હળવદની બ્રાહ્મણી નદીમાંથી થતી રેતીચોરીનો પર્દાફાશ, 58 લાખથી વધુનો મુદામાલ જપ્ત
મોરબી, તા. 14 મે 2020 ગુરૂવાર
હળવદની બ્રાહ્મણી નદીમાંથી ખનીજચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોવાથી પોલીસ અને હળવદ મામલતદાર સહિતની ટીમે અનેક વખત દરોડા પાડીને મુદામાલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે છતાં પણ ખનીજચોરી ચાલુ હોવાથી મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડીને 8 આરોપી સાથે 58 લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડ્યો હતો.
હળવદ તાલુકાના મયુરનગર ગામની બ્રાહ્મણી નદીમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે હિટાચી, લોડર, હોડીમાં એન્જીન ફીટ કરી નદીમાંથી રેતીનું ખનન કરી ટ્રક, ડમ્પર અને ટ્રેકટર દ્વારા વહન કરી રેતીચોરીની પ્રવુતિ કરતા હોવાની બાતમીના આધારે બ્રાહ્મણી નદીમાં દરોડો પાડી આરોપી રણજીતભાઈ મનુભાઈ કવાડિયા, અલી સૈફુદિન અંસારી, મહેશભાઈ માલાભાઈ કોરડીયા, મુકેશભાઈ દેવદાનભાઈ ડાંગર, ભાનુભાઈ દેવદાનભાઈ ડાંગર, મેરામભાઇ જેસાભાઈ બાલાસરા, મુન્નાભાઈ ઘનજીભાઈ ડાભી અને મુકેશભાઈ વિઠ્ઠલભાઈ શિરોયાને હિટાચી મશીન - 2, ટ્રેક્ટર ટ્રોલી સહિતના - 3, ટ્રેકટર લોડર-1, ટ્રક ડમ્પર-1, હોડી એન્જીન સહીત-1 અને સાદી રેતી આશરે 15 ટન એમ કુલ મુદામાલ કીમત રૂ.58,07,500 સાથે એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.