વાંકાનેરના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ 14 લોકોના સેમ્પલ લેવાયા, રીપોર્ટની રાહ
મોરબી, તા. 15 મે 2020 શુક્રવાર
આરોગ્ય અને સિવિલ તંત્ર દ્વારા ગઈકાલે 15 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં વાંકાનેરના કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ 14 લોકોના અને અણીયારી ગામની યુવતીને શંકાસ્પદ લક્ષણો જણાતા તેનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું. આમ કુલ 15 સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આજે સાંજ સુધીમાં આવશે.
મોરબીમાં કુલ 15 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં વાંકાનેરના કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા 14 લોકોના આરોગ્ય તંત્રએ સેમ્પલ લીધા છે. આ ઉપરાંત મોરબીના અણીયારી ગામની એક 25 વર્ષની યુવતીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડીને સેમ્પલ લેવામાં આવ્યા છે.
આમ કુલ 15 લોકોના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત બુધવારે લેવાયેલ બરવાળાના યુવકનું સેમ્પલ રિજેક્ટ થતા તેનું ફરીથી સેમ્પલ લેવામાં આવ્યું છે. જે તમામના રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવશે.