વાંકાનેરમાં અલગ-અલગ જગ્યાએ 12 લાખનો દારૂ ઝડપાયો, બેની ધરપકડ
મોરબી, તા.14 માર્ચ 2019, ગુરૂવાર
દેશમાં લોકસભા ચૂંટણીને લઇને આચારસંહિતા લાગુ છે ત્યાં વાંકાનેરમાં 12 લાખની કિંમતનો દારૂ પકડાયો છે.
વાંકાનેર તાલુકા પોલીસને બે સ્થળે દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બેને ઝડપી લેવાયા છે. જયારે બીજા દરોડામાં ટાટા 407 વાહન દારૂ ભરેલું હોય જેને જપ્ત કરી દારૂનો જંગી જથ્થો ઝડપ્યો છે.
વાંકાનેર તાલુકાની ટીમે બાતમીને આધારે વાંકાનેરના ભલગામ નજીક હાઈવે પરથી ટાટા 407 ને અટકાવી તલાશી લેતા વિવિધ બ્રાંડની 2354 બોટલ દારૂ કીમત 8,63,630 તેમજ 180 એમએલની 780 નંગ દારૂની બોટલ કીમત 78,000 સહીત કુલ 3134 બોટલ દારૂ કીમત 9,41,630 અને ટાટા મેટાડોર સહીત 11,41,630 નો મુદામાલ જપ્ત કર્યો છે. જયારે વાહનચાલક વાહન મૂકી નાસી ગયો છે, જેની શોધખોળ આદરી છે.
જયારે અન્ય દરોડામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક સીએનજી ઓટો રીક્ષા નં GJ-10-TW-2924 ને રોકી તલાશી લેતા રીક્ષામાંથી 288 બોટલ દારૂ કીમત 12,800 મળી આવતા આરોપી જીતેન્દ્રભાઈ દલસુખગીરી ગોસ્વામી (ઉ.વ.29) (રહે રાજકોટ મવડી પ્લોટ) અને સંજય મોહનભાઈ કૂકડીયા કોળી (ઉ.વ.27) (રહે રાજકોટ)ને ઝડપી લઈને રીક્ષા અને દારૂ સહીત કુલ 1,28,800 નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.