મોરબી, તા. 7 જાન્યુઆરી 2019 સોમવાર
વાંકાનેરની યુવતીએ ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યા બાદ એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હોય અને બાદમાં યુવતીએ સંબંધ કાપી નાખતા યુવાનની ધમકીઓથી આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી .જે મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
વાંકાનેરના મિલપ્લોટની રહેવાસી રિન્કુબેન ડાયાલાલ સોલંકી (ઉ.વ.૨૧) નામની યુવતીના આપઘાત બાદ મૃતક યુવતીના પિતા ડાયાભાઇ પ્રેમજીભાઈ સોલંકી( રહે વાંકાનેર મિલપ્લોટ)એ ફરીયાદ નોંધાવી છે કે આરોપી સમીર તારમહમદ બલોચ નામના શખ્શે પોતે જ્ઞાતિની ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં રીન્કુને આરોપી મુસલમાન હોવાનું માલૂમ પડતા સંબંધ કાપી નાખ્યો હતો. અને આરોપી તેને સંબંધ રાખવા માટે ધમકીઓ આપતો હોય જેથી કંટાળી યુવતીએ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે મરવા માટે મજબુર કરવા તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી પટેલ તપાસ ચલાવી હોય જેમાં આરોપી સમીર તારમહમદ બલોચને ઝડપી લેવામાં આવ્યો છે અને આરોપીને કોર્ટમાં રજુ કરી બાદમાં જેલહવાલે કરવામાં આવ્યો છે.


