મોરબીમાં માનવતા શર્મસારઃ ફેકટરીમાં કામ કરતા મજુરે દારૂ પીને બાળકી પર દુષ્કર્મ આચર્યું
મોરબી, તા. 26 ડિસેમ્બર 2019 ગુરૂવાર
મોરબીમાં માનવતાને શરમાવે તેવી ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. નીચી માંડલ નજીક આવેલી એક સીરામીક ફેકટરીમાં માસુમ બાળકી ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવતા સમગ્ર મોરબીવાસીઓનું માથુ શર્મથી નીચું થઇ ગયું છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આ બનાવની મળતી વિગતો અનુસાર મોરબી નજીક નીચી માંડલ પાસે આવેલી એક સિરામિક ફેકટરીમાં સાતવર્ષી બાળકી પર વાસનાંધ મજૂરે બપોરના દોઢ વાગ્યાની આસપાસ માસુમ બાળા ફેકટરીમાં રમતી હતી ત્યારે દારૂના નશામાં આ બાળા પર નજર બગાડીને કુકર્મ આચર્યું હતું. બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ નરાધમ મજુરને રૂમમાં પુરી દીધો હતો. અને પોલીસ આવતા નરાધમને પોલીસ હવાલે કર્યો હતો.
ભોગ બનનાર બાળકીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યા બાળકીની હાલત નાજુક જણાતા તેને રાજકોટ ખસેડવામાં આવી છે. પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.