Get The App

રાજકોટ - મોરબી જિ.નાં લાખો ખેડૂતો સાથે મજાક, ગત વર્ષનો માત્ર 0.04 ટકો જ પાક વીમો ચૂકવાયો

- ખેડૂતો પાસેથી પ્રિમિયમ પેટે કરોડો ઉઘરાવાયા બાદ પાક વિમો ચુકવવામાં ઠાગાઠૈયા

- મગફળી અને કપાસમાં પાક વિમાપાત્ર 2048 કરોડની રકમ સામે ચૂકવાયા માત્ર 88 લાખ

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટ - મોરબી જિ.નાં લાખો ખેડૂતો સાથે મજાક, ગત વર્ષનો માત્ર  0.04 ટકો જ પાક વીમો ચૂકવાયો 1 - image


ગત વર્ષના અતિવૃષ્ટિના વિમાની રકમ ચૂકવવામાં પણ ગલ્લાતલ્લા

રાજકોટ, તા. 26 જૂન, 2020, શુક્રવાર

ખેડૂતોનાં હિતની વાતો તો ખુબ થાય છે પણ હકીકતમાં ખેડૂતોના ભાગે તો અન્યાય જ સહન કરવાનો વારો આવે છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનનો આરંભ થઈ ગયો છે છતાં સૌરાષ્ટ્રનાં લાખો ખેડૂતોને હજુ ગયા વર્ષની ખરીફ સિઝનનાં પાક વીમાના કરોડો રૂપિયા ચૂકવાયા નથી. રાજકોટ અને મોરબી જિલ્લામાં વર્ષ ર૦૧૯ નાં માત્ર ૦.૦૪૩ ટકા જ પાક વિમો ચૂકવવામાં આવ્યો છે કરોડોનો વિમો બાકી છે છતાં તંત્ર કે વિમાકંપનીઓમાં આ અંગેની કોઈ કાર્યવાહી આગળ વધી રહી હોવાના સંકેતો મળતા નથી. 

 પાક વિમા માટેની સિસ્ટમ એવી ઉભી કરવામાં આવી છે કે ધિરાણ લેતા ખેડૂતોનાં ખાતામાંથી પાક વીમાનાં પ્રિમીયમની રકમ સીધી જ કપાત થઈ જાય છે. જિલ્લા સહકારી બેન્કો જિલ્લા સ્તર પર ખેડૂતોનું પ્રિમીયમ એક સાથે જમા કરાવે છે. કરોડોનું પ્રિમીયમ વીમા કંપનીઓને અગાઉથી મળી જતુ હોય છે. રાજકોટ અને મોરબી જિલ્લામાંથી જ વર્ષે આશરે મગફળી અને કપાસનાં પાક માટેનું આશરે રૂ. ૭પ૦ - ૮૦૦ કરોડનું પ્રિમીયમ ચૂકવવામાં આવે છે. વર્ષ ર૦૧૯માં આ બંને જિલ્લાની વિમાપાત્ર રકમ રૂ. ર૦૪૮ કરોડની હતી. દરેક જિલ્લામાં ખેતીવાડી ખાતાની મદદથી ક્રોપ કટીંગ કર્યા બાદ તેના આધારે પાક વીમાની રકમ ચૂકવવામાં આવે છે. રાજકોટ અને મોરબી જિલ્લાનાં ખેડૂતોને વર્ષ ર૦૧૯નાં પાકવીમાની રકમ પેટે જાણે ખેડૂતોની મજાક કરવામાં આવતી હોય તેમ માત્ર ૦.૦૪૩ ટકા (આશરે ૮૮ લાખ) જ ચૂકવવામાં આવી છે. 

રાજકોટ અને મોરબી જિલ્લામાં આશરે બે લાખ ધિરાણ લેતા ખેડૂતો છે તેમાં રાજકોટ જિલ્લામાં આશરે દોઢ લાખ ખેડૂતો છે. દર વર્ષે આશરે રૂ. ૬પ કરોડ વીમા પેટે અગાઉથી તેઓ ચૂકવી આપે છે આ રકમમાં સરકાર તેનો હિસ્સો ઉમેરે છે. મગફળી - કપાસમાં બે અને પાંચ ટકા પ્રિમીયમ ખેડૂતો ચૂકવે છે. ખેડૂતોની પાકવીમાની પ્રક્રિયા સાથે જોડાયેલા સૂત્રોએ જણાંવ્યુ હતું કે વિમા કંપનીઓ કરોડોનો નફો રળે છે પરંતુ ખેડૂતોને તેના હકનું વળતર પણ સમયસર ચૂકવતી નથી. 

રાજકોટ જિલ્લામાં ગત વર્ષે જસદણ સહિતનાં તાલુકાઓમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકશાન થયુ હતુ તેનાં કરોડોનાં કલેઈમ પણ એક વર્ષથી બાકી છે. સામાન્ય રીતે દર વર્ષે ખરીફ સિઝનનાં બે મહિના પહેલા પાકવીમા અંગેની ગાઈડ લાઈન સરકારમાંથી આવી જતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છતાં કોઈ સૂચના આવી નથી. 

Tags :