Get The App

મોરબીમાં કારખાનાની અંદર 19 લોકોએ જમવાનો પ્રોગ્રામ ગોઠવ્યો ત્યાં પોલીસ ત્રાટકી

- લોકડાઉનનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી : તમામ સામે નોંધાયો ગુનો

Updated: Apr 30th, 2020

GS TEAM

Google News
Google News
મોરબીમાં કારખાનાની અંદર 19 લોકોએ જમવાનો પ્રોગ્રામ ગોઠવ્યો ત્યાં પોલીસ ત્રાટકી 1 - image

રબી, તા. 30 એપ્રીલ 2020, ગુરુવાર

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ એક કારખાનામાં 19 લોકોએ એકત્ર થઈને સમૂહ ભોજન ગોઠવ્યું હતું. જો કે આ દરમિયાન પોલીસે ત્યાં ત્રાટકી જઈને રંગમાં ભંગ પાડી તમામ લોકોને પકડી પાડયા હતા અને આ તમામ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત મુજબ, મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાધે મશીન ટુલ્સ નામના કારખાનામાં અમુક ઈસમો જમવાનો પ્રોગ્રામ કરી રહ્યા હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો અને વિશાલ પઢારિયા, નિકુંજ દેત્રોજા, છત્રપાલસિંહ ઝાલા, નિલેશ પઢારીયા, શક્તિસિંહ ઝાલા, સીરાજ અધામ, કિલદીપ બાવરવા, રવી બાવરવા, મિલન કુલતરીયા, કૈલાશ દેત્રોજા, જયકીશન ક્લોલા, પિયુષ સવસાણી, જયદીપ પઢારિયા, અરવિંદ વરસાણી, વિરલ અમૃતિયા, જય પઢારિયા, રાજેશ કોઠીયા, વિમલ કોઠીયા અને બ્રિજેશ મારવાણીયાને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :