મોરબી: એક સોસાયટીમાં ટોળે વળી બેઠેલાં 16 સામે પોલીસ કાર્યવાહી
મોરબી, તા. 06 મે 2020, બુધવાર
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા રાત્રીના સમયે સોસાયટીમાં જાહેરમાં ટોળે વળી લોકડાઉનના દીશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા 16 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
હાલમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પોલીસ દ્વારા મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ તથા મોરબી શહેરના તમામ વિસ્તારોનુ સી.સી.ટી.વી. કેમેરા તથા ડ્રોન કેમેરાઓ દ્વારા સતત મોનીટરીંગ તથા સોસીયલ મીડીયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ છે.
આ દરમ્યાન ગઈકાલે રાત્રે સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે નવયુગ સ્કૂલ પાછળ ચંદ્રશનગર સોસાયટીમાં રોડ ઉપર જાહેરમાં 16 લોકો ભેગા થઇ બેઠેલ ઝડપી પાડવામાં આવેલ છે.
જેમાં અરવિંદભાઇ છગનભાઇ કવાડીયા, વલ્લભભાઇ જેરામભાઇ ગામી, વિનોદભાઈ પ્રેમજીભાઇ ઉનાલીયા, ધર્મેન્દ્રભાઇ પરસોતમભાઈ કાસુન્દ્રા, તુષારભાઇ કાનજીભાઈ ભટાસણા, દિનેશભાઈ રાઘવજીભાઈ આદ્રોજા, સુરેશભાઈ છગનભાઈ ઉઘરેજા, જીતેન્દ્રભાઈ ભરતભાઈ કલોલા, ભરતભાઈ નાગજીભાઈ કલોલા, ભાવેશભાઈ લાલજીભાઇ કોરીંગા, હાર્દીકભાઇ કિશોરભાઇ કલોલા, જયેશભાઇ અવચરભાઈ મેંદપરા, નયનભાઈ ગોવિંદભાઇ કાનાણી, રોહીતભાઇ ભગવાનજીભાઈ બોપલીયા, જયકિશનભાઇ ઉર્ફ જેકી ભરતભાઇ કલોલા, હિતેશભાઇ મહેન્દ્રભાઈ મજેઠીયાનો સમાવેશ થાય છે. આ 16 લોકો લોકડાઉન દરમ્યાન લોકડાઉનના દીશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા તેઓ સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.