ટંકારા : ચોરી પે સીના જોરી, પાણી ચોરીની તપાસમાં ગયેલી ટીમ પર હુમલો
મોરબી, તા. 04 જુન 2020, ગુરુવાર
ટંકારા પંથકમાં પાણીચોરીની ફરિયાદને પગલે સિંચાઈ વિભાગ અધિકારી તપાસ અર્થે ગયા હોય ત્યારે ત્રણ ઇસમોએ માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના વૃષભનગરના રહેવાસી કાન્તિલાલ મગનભાઈ ધોરીયાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે સિંચાઈ ખાતામાં નોકરી કરતા હોય અને આરોપી હકાભાઇ રામજીભાઈ ગજેરા બકનળીથી પાણીની ચોરી કરતા હોય જેથી મીતાણાની સીમમાં તપાસ કરવા ગયા હતા.
જેથી આરોપી હકાભાઇ રામજીભાઈ ગજેરા, વસંત ઠાકરશી સંઘાણી અને મયુર ધનજી દેવડા (રહે. ત્રણેય મીતાણા)એ માર મારી ઈજા કરી કાયદેસર ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.