હળવદ પાલિકા પ્રમુખના પતિ કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવતા હોવાની રાવ, રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Halvad Municipality Contractor Bill Controversy Morbi: મોરબીની હળવદ નગરપાલિકામાં કરેલાં કામના બિલની ચૂકવણી નહીં થઈ હોવા અંગે અરજદાર અલ્પેશ જનકપુરી ગોસાઈ(લાલાભાઈ)એ રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, અગાઉ સાત વખત અરજી કરવા છતાં કામના બિલની ચૂકવણી થઈ નથી. અરજદારે તમામ કામ 100 ટકા પૂર્ણ કર્યાં હોવાનું અને તેની તપાસ પણ થઈ હોવાનું જણાવ્યું છે.
હળવદ પાલિકા પ્રમુખના પતિ કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવતા હોવાની રાવ
જ્યારે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી લેખિત અને મૌખિક જવાબમાં નગરપાલિકા પ્રમુખ ફોરમબહેન રાવલના પતિ વિશાલ રાવલ બિલ ચૂકવવાની ના પાડતા હોવાનું જણાવાયું હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરાયો છે.
રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત
વધુમાં, મોરબી જિલ્લા મહામંત્રી તપનભાઈ દવે સામે પણ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આક્ષેપ કરી ધાકધમકી મળતી હોવાની રજૂઆત કરાઈ છે. અરજદારે પોતાની આથક સ્થિતિ કથળ્યાનું જણાવી પરિવારની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે. કોઈ નુકસાન કે જાનહાનિ થવાની આશંકા વ્યક્ત કરી અરજદારે પ્રાદેશિક કમિશનરને મામલાની ગંભીરતાથી નોંધ લઈ બાકી બિલની ચૂકવણી કરાવવા વિનંતી કરી છે.




