માળિયા: હરીપર નજીક ઓવરટેક કરવા જતા કાર ટ્રક પાછળ ઘુસી
- કારના ચાલકનું ઘટનાસ્થળે મોત
મોરબી, તા. 28 ફેબ્રુઆરી 2019 ગુરુવાર
માળિયાના હરીપર નજીક ગત રાત્રીના સમયે ટ્રક પાછળ કાર ઘુસી જતા કાર ચાલકનું મોત થયુ છે. માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
ભાવનગરના મહુવાના રહેવાસી અલ્તાફ દિલાવર સોરઠીયા (ઉ.વ.18)એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બોલેરો કાર નં જીજે 04 એ ડબલ્યુ 0542ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવી માળિયાના હરીપર નજીક આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રક નં જીજે 12 એટી 6137 પાછળ ભટકાડી અકસ્માત સર્જ્યો હતો. જેમાં કાર ચાલક આમજા રફીક મલેક (ઉ.વ.20) રહે ટાવર રોડ અમરેલી વાળાનું મોત નીપજ્યું છે.