મુસ્લિમ રાષ્ટ્ર ઈન્ડોનેશિયાની ચલણી નોટમાં ગણેશજી છે !
- મોરબીનાં એડવોકેટ પાસે અનોખો કરન્સી સંગ્રહ
- વર્ષ-1998માં બહાર પડાયેલી રૂ 20 હજારની નોટમાં ભગવાન ગણપતિની તસવીર અંકિત કરાઈ હતી
મોરબી, તા. 3 સપ્ટેમ્બર 2019, મંગળવાર
હાલ ગણેશ ચતુર્થી પર્વ ચાલી રહ્યું છે અને સૌ કોઈ વિગ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજની પૂજા અને ભક્તિમાં તલ્લીન બન્યું છે ત્યારે બહુ ઓછા લોકોને આ વાતનો ખ્યાલ હશે કે આજથી 20 વર્ષ પહેલા ઈન્ડોનેશિયા દ્વારા તેની ચલણી નોટમાં ભગવાન ગણેશનો ફોટો મુકયો હતો અને તે દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે, જેના પર ભગવાન ગણેશ બિરાજમાન છે.
મુસ્લિમ રાષ્ટ્ર ઈન્ડોનેશિયા દ્વારા વર્ષ 1998-99 ના વર્ષમાં 20,000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી. જે ચલણી નોટ પર ભગવાન ગણેશનો ફોટો મુકવામાં આવેયો છે. ગ્રીન કલરની 20 હજાર રૂપિયાની ચલણી નોટમાં ભગવાન ગણેશનો ફોટો છે અને આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે. જેના પર ગણેશ ભગવાનનો ફોટ છે.
વળી, ભગવાન ગણેશના ફોટો વાળી નોટ બહાર પાડનાર પણ હિંદુ રાષ્ટ્ર નહિં, પરંતુ મુસ્લિમ રાષ્ટ્ર છે એ પણ મહત્વનું છે. મોરબીના એડવોકેટ મીતેશભાઈ દવે વિવિધ દેશોની ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. જેની પાસે 20 વર્ષ પહેલા ઈન્ડોનેશિયાએ બહાર પાડેલ ભગવાન ગણેશના ફોટો વાળી 20,000 રૂપીયાહની આ ચલણી નોટ સંગ્રહમાં છે.