ટંકારા, તા. 19 એપ્રીલ 2020, રવિવાર
ટંકારા તાલુકાના સાવડી ગામના હેમંત કેશાભાઈ પટેલની વાડીની બાજુમાં ગામના યુવાનો તાવા પાર્ટી કરીને લોકડાઉનનો ભંગ કરતા હોવાની બાતમી મળતાં ટંકારા પોલીસે ત્યાં રેડ કરી હતી. જેમાં તાવા પાર્ટી કરતા 15 શખ્સો પકડાયા હતા, જેમાં બે ઇસમો ચિકાર દારૂ ઢીંચેલા મળી આવ્યા હતા.
પકડાયેલા ઇસમોમાં હરેશ વીરજી વિરમગામ, કિશોર બીજા રાણવા, પ્રકાશ લક્ષ્મણ ગોસરા, હર્ષદ અમરશી ગોસરા, અનિલ છગન પટેલ, રોહિત અંબારામ લખતરિયા, પરાગ છગન ઢેઢી, અમિત કાંતિ ગોસરા, જગદીશ મોતી દુબરીયા, ધર્મેશ જાદવજી ભાગિયા, કિશન પરસોત્તમ દુબરીયા, મનીષ પુંજા ગોસરા, કુલદીપ હેમંત મેરા, દિનેશ ઉકા સૌલંકી અને ધર્મેશ રતિલાલ રાજકોટીયાનો સમાવેશ થાય છે.
આ શખ્સો વિરુદ્ધ પોલીસે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિનેશ સોલંકી અને ધર્મેશ રાજકોટીયા પીધેલી હાલતમાં હોવાથી એ અંગે પણ એમની વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


