લીમડાના થડમાંથી નીકળતું મધ જેવું મીઠું પ્રવાહી!
- મોરબીના ચકમપર ગામે
- આશ્ચર્યજનક સફેદ પ્રવાહીને લોકોએ ચાખ્યું ત્યારે મીઠાશનો ખ્યાલ આવ્યો!
મોરબી, તા.17 ઓક્ટોમ્બર 2019, ગુરૂવાર
કડવાશ માટે જાણીતા લીમડાના ઝાડમાંથી મધ જેવું મીઠું પ્રવાહી નીકળવાની ઘટના મોરબીના ચકમપર ગામમાં જોવા મળતાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સમાજવાડીના પાછળના ભાગે એક લીમડાના થડમાંથી બે દિવસ પહેલાંથી સફેદ પ્રવાહી અવિરત પણે નીકળી રહ્યું છે.
આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા સમસ્ત ગામ ઘટનાને જોવા માટે ઉમટી પડયું હતું. બાદમાં બધાએ આ પ્રવાહી ચાખ્યું પણ હતું. જે સ્વાદમાં મધ જેવું મીઠું લાગ્યું હતું. ઘટના અંગે એક ગ્રામજને જણાવ્યું કે આ સફેદ પ્રવાહી ઝાડના થડમાંથી નીકળી રહ્યું છે. ગ્રામજનોને નીચે ડોલ રાખી દીધી હતી. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે અચરજ વ્યાપી ગઈ છે.