ટંકારાની ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારનાર શાળા સંચાલક સહીત પાંચની ધરપકડ
- ધરપકડ થતાં તે અંતે આજથી જિલ્લાની શાળાઓ રાબેતા મુજબ શરૂ થઇ જતા રાહત
ટંકારા/મોરબી, તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર
ટંકારાની ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણમાં તમામ પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે તો સોમવારથી રાબેતા મુજબ શાળાઓ પણ શરુ થઇ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
ટંકારાની લાઈફ લીંકસ વિધાલયમાં ચિરાગ પારિયા નામના વિદ્યાર્થીને ફટાકડા ફોડવા બાબતે શાળાના શિક્ષક જગદીશ ગઢિયાએ માર મારી તેમજ શાળા સંચાલક જયંતીભાઈ બારૈયાની ઓફિસમાં બોલાવી અન્ય શિક્ષકો સુભાષ ઘેટિયા, અંકિત રૈયાણી, કલ્પેશ કોટડીયાએ ફડાકા મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ હતી.
જે બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને વિદ્યાર્થીના વાલીઓએ ઘટનાને વખોડી કાઢી હતી. તો સામાપક્ષે શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લાની તમામ શાળાઓ બંધ પાળી વિરોધ કરવામાં આવ્યા હતો.
જોકે સોમવારથી રાબેતા મુજબ શાળાઓ ખુલી ગઈ છે તો બનાવની તપાસ ડી.વાય.એસ.પી આર.કે.પટેલ ચલાવી રહ્યા હોય જેમાં શાળાના સંચાલક સહિતના પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે.