Get The App

હળવદમા 15 ગામના ખેડૂતો ફરી થયા આકરાં પાણીએ, ખેડૂતોએ ઉચ્ચારી સામૂહિક આત્મવિલોપનની ચીમકી

Updated: Nov 21st, 2021

GS TEAM


Google News
Google News
હળવદમા 15 ગામના ખેડૂતો ફરી થયા આકરાં પાણીએ, ખેડૂતોએ ઉચ્ચારી સામૂહિક આત્મવિલોપનની ચીમકી 1 - image


-કામગીરી ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા તેના વિરોધમાં ખેડૂતોએ એકઠા થઈને પોતાની જમીન પર સૂઈ જઈ સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રને વીલા મોઢે પરત ફરવું પડ્યું

-કંપની અને તંત્ર સામે લાલઘુમ ખેડૂતો પોતાની જમીન સુઈ ગયા, પોતાના પર મશીન ચલાવી કામગીરી કરવા કહ્યું

હળવદ, તા. 20 નવેમ્બર, 2021, શનિવાર

હળવદ તાલુકાના 15 ગામના ખેડૂતો વીજ લાઈનના વળતરમાં અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે. વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરી વિરોધ કરે છે છતાં જાડી ચામડીના કંપનીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી.

વડોદરાથી લાકડીયા 765 kv dc લાકડીયા વડોદરા ટ્રાન્સમિશન લાઈન વળતર બાબતે હળવદ તાલુકાના 15થી વધારે ગામોના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.

હળવદમા 15 ગામના ખેડૂતો ફરી થયા આકરાં પાણીએ, ખેડૂતોએ ઉચ્ચારી સામૂહિક આત્મવિલોપનની ચીમકી 2 - image

કંપની ખેડૂતોને ભિખારી બનાવી રહી છે તેવો આક્ષેપ ખેડૂતોઓ કયૉ હતો. ત્યારે હળવદ તાલુકાના રણજીતગઢ ગામ કંસારી હનુમાન પાસે છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા કામગીરી માટે પોલીસ તથા એસઆરપી બંદોબસ્ત સાથે રાખીને કામગીરી ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેના વિરોધમાં ખેડૂતોએ એકઠા થઈને પોતાની જમીન પર સૂઈ જઈ સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રને શનિવારે સતત બીજા દિવસે પણ વીલા મોઢે પરત ફરવું પડયું હતું. હળવદ તાલુકાના ખેડૂતોને લાકડીયા વડોદરા 765 કેવી વીજ લાઈનના વળતર બાબતે અન્યાય થતો હોવાથી ખેડૂતોએ આકરાપાણીએ થઈ વિરોધ કર્યો હતો. વળતરમાં વધારો કરવા માંગ ઉઠવી છે. હળવદ તાલુકાના રાણેક૫૨, ધનશ્યામપુ૨, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારીયા, ધનાળા, જુનાદેવળીયા, સુ૨વદર પ્રતાપગઢ સહિત 15 ગામોના ખેડૂતોએ એકઠા થઇ આ ગામોમાં સ્ટરલાઇટ પાવર એનર્જી દ્વારા ચાલતી લાકડીયા વડોદરા 765 કેવી વીજ લાઈનની કામગીરીનો વિરોધ નોંધાવ્યો  હતો.

હળવદમા 15 ગામના ખેડૂતો ફરી થયા આકરાં પાણીએ, ખેડૂતોએ ઉચ્ચારી સામૂહિક આત્મવિલોપનની ચીમકી 3 - image

ખેડૂતોએ સામુહિક આત્મવિલોપન ચીમકી ઉચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ખાનગી કંપની યોગ્ય વળતર આપયા વગર બળજબરી પૂર્વક ટાવર ઉભા કરતી હોવાના ધગધગતા આક્ષેપો કર્યા હતા. ખેડૂતોએ જણાવ્યું કે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા વળતર આપવાનો જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાયો છે જેની સામે ખેડૂતોને પ્રતિ ચોરસ મિટર 2,013 રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી અમારી  માગણી છે. ખાનગી કંપની છેલ્લા એક વર્ષથી ખેડૂતોને હેરાન પરેશાની કરતી હોવાની રાવ કરાઈ છે. આથી કંપનીના દમનથી કંટાળી ગયેલા નારાજ ખેડૂતોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. સ્ટરલાઈટ પાવર ટ્રાન્સમિશન કંપની સામે ખેડૂતો આકરાં પાણીએ થતાં સતત બીજા દિવસે કંપની અને તંત્રએ પીછે હઠ કરવી પડી હતી.

હળવદમા 15 ગામના ખેડૂતો ફરી થયા આકરાં પાણીએ, ખેડૂતોએ ઉચ્ચારી સામૂહિક આત્મવિલોપનની ચીમકી 4 - image


હળવદમા 15 ગામના ખેડૂતો ફરી થયા આકરાં પાણીએ, ખેડૂતોએ ઉચ્ચારી સામૂહિક આત્મવિલોપનની ચીમકી 5 - image

Tags :