મોરબીમાં ટ્રકની તાલપત્રી ખોલતી વેળાએ વીજ શોક લાગતા યુવાનનું મોત
મોરબી, તા. 25 ફેબ્રુઆરી 2019 સોમવાર
મોરબીના ભડિયાદ રોડ પર આવેલ એક સિરામિક એકમમાં ટ્રક પર ચડીને તાલપત્રી ખોલવા સમયે ઇલેક્ટ્રિક વાયરની અડકી જતા યુવાનને શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના પાનેલી ગામે રહેતા રવિ રમેશભાઈ ટીડાણી (ઉ.27) વાળા ભડિયાદ રોડ પર આવેલ વિન્ટેજ સિરામિક એકમમાં ટ્રક પર ચડીને તાલપત્રી ખોલતા સમયે ઈલેક્ટ્રિક વાયરને અડકી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.