FOLLOW US

ડ્રગ્સનો આરોપી 'કારીગર' નીકળ્યોઃ ડુપ્લીકેટ ડીઝલ ઓઇલ પણ બનાવતો હોવાનું ખુલ્યું

Updated: Feb 4th, 2023


વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામેથી ઝડપાયેલ પોલીસને ડ્રગ્સના દરોડા સમયે ડીઝલ ઓઇલની 99 ડોલ મળતા તપાસમાં ડુપ્લીકેટ ઓઇલ હોવાનું ખુલતા  ફરિયાદ નોંધાઇ

મોરબી, : વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે આવેલી ફેકટરીની ઓરડીમાં દરોડો પાડી  પોલીસે રાજસ્થાનના શખ્સને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. દરોડા સમયે બિલ વગરનો ડીઝલ ઓઇલનો જથ્થો મળી આવતા પોલીસે તપાસ કરતા તે ડુપ્લીકેટ હોવાનું ખુલતા તે અંગે અલગથી વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી ડુપ્લીકેટ ડીઝલ ઓઇલ બનાવી વેચાણ કરતો હોવાનું ખુલ્યું હતું. 

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે એલસીબીએ ગત તા. 8ના આદિત્યરાજ રીફેકટરીઝ નામની ફેકટરીના કમ્પાઉન્ડમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી આરોપી ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન)ને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો હતો. દરોડા દરમિયાન પોલીસને ટાટા કંપનીના ડીઇએફ યુરીયા ડીઝલ ઓઇલની 99 ડોલ સહિતનો મુદ્દામાલ મળી આવતા ટાટા કંપનીને જાણ કરાઇ હતી. તપાસમાં આ ડીઝલ ઓઇલ ડુપ્લીકેટ હોવાનું ખુલ્યું હતું. 

ગાંધીનગરના રહેવાસી સુનીલભાઈ મહેન્દ્રભાઈ વોરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ઈ.આઈ.પી.આર (ઇન્ડિયા) પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેની કંપની ટાટા જેન્યુઈન (યુરીયા) જેવી અલગ અલગ ઓઈલ કંપની સાથે કરાર કરેલ છે. અને કોપી રાઈટ કરેલ છે. તાજેતરમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં એલસીબી ટીમે રેડ કરીને ભાયાતી જાંબુડિયા ગામે આદિત્યરાજ રીફેક્ટરીઝમાં દરોડો કરીને કારખાનાની ઓરડીમાંથી આરોપી ઓમ પ્રકાશ હનુમાનરામ ચૌધરી (રહે. રાજસ્થાન)ને એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. જે રેડ દરમિયાન ટાટા જેન્યુઈન પાર્ટ્સ ડી.ઈ.એફ. ડીઝલ ઓઇલની 20 લીટર ક્ષમતાવાળી ડોલ નંગ 99 કિંમત રૂા. 1,38,600 અને ટાટા જેન્યુઈન પાર્ટ્સ લખેલ સ્ટીકર પાનાં નંગ 4 કુલ 234 સ્ટીકર ડોલ પર ચોંટાડવાના મળી આવ્યા હતા. જેથી પોલીસે મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી હતી. 

જે મુદામાલ પોલીસે કબજે કરીને ફરિયાદી સુનીલભાઈ વોરાને બતાવતા અસલી પ્રોડક્ટ સાથે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં ટાટા જેન્યુઈન ઘઈખ યુરીયા કંપનીની અસલ પ્રોડક્ટથી કબજે કરવામાં આવેલ ડોલના કલરમાં ફેરફાર છે. કબજે કરેલ ડોલમાં ટાટા કંપનીનો અધિકૃત બારકોડ લગાવેલ ના હતો. અસલ પ્રોડક્ટમાં લગાવેલ એમઆરપી પ્રિન્ટીંગથી સામ્યતા ધરાવતું નથી. ડોલના ઢાંકણા પર કંપનીનો એમ્બોસ જણાઈ આવેલ નથી જેથી આરોપી ઓમ પ્રકાશ ચૌધરી (રહે. રાજસ્થાન)એ ટાટા કંપનીની ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Gujarat
News
News
News
Magazines