મોરબી: પાન, માવા, સિગારેટના વેચાણ મામલે 3 પકડાયા
- જિલ્લામાં જાહેરનામાં ભંગ કરનાર વધુ 27 સામે કાર્યવાહી
મોરબી, તા. 07 મે 2020, ગુરુવાર
મોરબીના મહેન્દ્રપરા શેરી નં.2માં રહેતો અનીલ વસરામ ભદ્રા પોતાના મકાનમાં તમાકુ અને સિગરેટનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પાનમસાલા, ગુટખા, તમાકુ, સિગારેટના જથ્થા સહિત કુલ રૂ. 82,770નો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી છે.
જ્યારે રવાપર રોડ પર પાનમાવાનું ખરીદવેચાણ થતું હોવાની માહિતી આધારે પોલીસે દરોડો પાડીને ભારત પાન નામની દુકાને દીપક શાંતિલાલ ભોજવાણી અને હિતેશ નરશી ગોલતરને પોલીસે પકડી લીધા હતા.
મોરબી જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર વધુ 27 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. મોરબીમાં દુકાનો ખુલ્લી રાખવાના ૫ કેસોમાં ૬ સામે કાર્યવાહી કરી છે, જ્યારે ટોળું એકત્ર થયું હોય તેવા એક કેસમાં 16 સામે કાર્યવાહી કરી છે.
જ્યારે બિનજરૂરી અવરજવર કરનારા એક સામે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ૨ કેસમાં 4 સામે કાર્યવાહી કરી છે. લોકડાઉનમાં કુલ 74 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે, મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના કુલ 9 કેસોમાં 27 સામે કાર્યવાહી કરવામાં આવી છે.