મોરબી: કોરોના પોઝીટીવ દર્દીનો શુભ પેલેસ એપાર્ટમેન્ટ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
- શુભ પેલેસ એપાર્ટમેન્ટના 80 લોકોનો કંટેનમેન્ટમાં સમાવેશ, રામસેતુ સોસાયટીની 1400ની વસ્તી બફર ઝોનમાં સામેલ
મોરબી, તા. 10 જુન 2020, બુધવાર
મોરબીના રવાપર ગામના રહીશ 47 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાકીદના પગલા ભરવામાં આવી રહ્યા છે.
જેમાં કોરોના પોઝીટીવ દર્દી જે વિસ્તારમાં નિવાસ કરે છે તેવા શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ વિસ્તારના 29 ઘરોના કુલ 80 લોકોની વસ્તીને કન્ટેનમેન્ટમાં સમાવેશ કરાયો છે.
તે ઉપરાંત અહીના રામસેતુ સોસાયટી, ઉમિયા સોસાયટી અને નીતિન પાર્ક સોસાયટીનો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ત્રણ સોસાયટીના 401 ઘરોની 1400 ની વસ્તીનો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો પોઝીટીવ દર્દી સરદાર બાગ નજીકની એસબીઆઈ બેંકમાં ફરજ બજાવતા હોય જેથી બેંક અંદર અને બહારના વિસ્તારમાં પણ પાલિકા તંત્રએ સેનેટાઈઝ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.