મોરબીમાં ક્રિકેટ રમવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી, તોડફોડ
- લોખંડના સળિયા અને લાકડાના ધોકા ઉડયાં
- રબારીવાસમાં થયેલી માથાકુટમાં ગાળાગાળી કર્યા બાદ વાહનોમાં અને મકાનોમાં પણ તોડફોડ કરી ધમાલ મચાવી
મોરબી તા. 9 જુલાઈ, 2020, ગુરૂવાર
મોરબીના જેલ ચોકના ઢાળિયા પાસે ક્રિકેટ રમવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઝઘડો વધ્યો હતો જેમાં બે જૂથ સામસામે આવી જતા મારામારી થઇ હતી તો મકાન અને વાહનમાં પણ તોડફોડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના સબ જેલ સામે રહેતા વેલજીભાઈ ઉર્ફે વેલાભાઇ રત્નાભાઈ પરમાર (ઉ.વ.૫૦) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીના દીકરાને તેના દીકરા સાથે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલ જે બાબતે આરોપી કિશન ચીનાભાઈ ભુંભરીયા, ધારાભાઇ રબારી, મહેશભાઈ રબારી, જીતાભાઇ રામાભાઈ ભુંભરીયા, કારાભાઈ રમેશભાઈ ભુંભરીયા, ચીનાભાઈ ભુંભરીયા (રહે બધા મોરબી જેઈલ રોડ રબારીવાસ)એ ઘર પાસે શેરીમાં જઈને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી ધમકી આપી હતી તેમજ ઘર પાસે રહેલ રીક્ષા અને એકટીવા તેમજ મકાનના દરવાજામાં તોડફોડ કરી નુકશાન કરી જ્ઞાાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે
જયારે સામાપક્ષે કિશન ભગવાનજીભાઈ ભુંભરીયા પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વેલજીભાઈ ઉર્ફે વેલો, વેલજીભાઈના પત્ની અનુબેન, વેલજીભાઈનો દીકરો પ્રદીપ, વેલજીભાઈના મોટાભાઈ શંકરભાઈના દીકરા હસમુખ અને અજય (રહે બધા મોરબી)એ ક્રિકેટ રમવા બાબતે ફરિયાદીના ભત્રીજા મિલન સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી તેમજ અન્યને લાકડાના ધોકા વડે ઈજા કરી છે એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે