આમરણ-ખારચીયા વચ્ચે પુલ ધરાશાયીઃ જામનગર-કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર ઠપકચ્છથી આવતા વાહન વ્યવહારોને માળિયા (મિ.) તથા પીપળીયા ચાર રસ્તા મોરબી થઇ ડાયવર્ટ કરાયો#Morbi #Jamnagar #bridgecollapse pic.twitter.com/ZpGta7uCYc
— Gujarat Samachar (@gujratsamachar) December 17, 2019
મોરબી, તા. 17 ડિસેમ્બર 2019, મંગળવાર
મોરબીથી જામનગર જવા માટેના હાઇવે પર પીપળીયા થઈને આમરણ-ખારચિયા વચ્ચે આવેલો નવનાલા તરીકે ઓળખાતા પુલના 3 ગાળા આજે વહેલી સવારે ઓંચિતા તૂટી પડતા જામનગર-કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર સંપુર્ણ ખોરવાઇ ગયો છે.
કચ્છથી આવતા વાહન વ્યવહારોને માળિયા (મિ.) તથા પીપળીયા ચાર રસ્તા મોરબી થઇ ડાયવર્ટ કરાયો છે. જામનગરથી કચ્છ જતાં વાહનોને જીવાપર બગથળાથી ડાયવર્ટ કરાયો છે.

વહેલી સવારે કોઇ કારણોસર બનેલી આકસ્મિક ઘટનાને કારણે રોડની બંને બાજુ વાહનોની કતાર લાગી ગઇ હતી. હાલ જામનગર તરફથી આવતા વાહનોને વાયા આમરણને બદલે ધ્રોલથી લતિપર ટંકાર મોરબી થઇને કચ્છ તરફ દોડાવવા તજવીજ હાથ ધારઇ છે.

તાજેતરમાં ગુજરાતના 250 બ્રિજનો સર્વે હાથ ધરાયો હતો જેમાં જાણવા મળ્યું હતુ કે 75% બ્રિજ જર્જરીત છે. થોડા મહિના પહેલા જૂનાગઢમાં આ પ્રકારનો બ્રિજ તૂટી પડ્યો હતો.


