Get The App

વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ઈન્ચાર્જ RMOને ભાજપ અગ્રણીએ માર્યા ફડાકા

- બેફામ ગાળો ભાંડીને ઓપીડીની બહાર ઢસડી જઈ મારકૂટ

- સરકારની વૃધ્ધ પેન્શન યોજના માટે દાખલા કઢાવવા વધુ અરજદારો આવતા કેટલાકને આવતા શુક્રવારે આવવાનું કહેવા મુદ્દે માથાકૂટ

Updated: Jul 26th, 2019

GS TEAM

Google News
Google News
વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ઈન્ચાર્જ RMOને ભાજપ અગ્રણીએ માર્યા ફડાકા 1 - image


વાંકાનેર,મોરબી,તા. 26 જુલાઈ 2019, શુક્રવાર   

વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ આર.એમ.ઓ. એવા ડોકટરને ભાજપ આગેવાને વૃધ્ધો માટેની પેન્શન યોજના અંગે બોલાચાલી કરીને ફડાકા મારી દેતાં ચકચાર જાગી છે અને આ મામલે ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા જયદીપ મનસુખભાઈ ગોસાઈએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ભાજપ આગેવાન જીતુભાઈ કાન્તિલાલ સોમાણીએ તેને હોસ્પિટલે આવીને વૃધ્ધ પેન્શન યોજનામાં ઉમરના દાખલા બાબતે બોલાચાલી કરી માર માર્યો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર ડો. જયદીપ ગોસાઈ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં  ફીઝીશીયન તરીકેફરજ બજાવે છે અને તે આર.એમ.ઓ. તરીકે ચાર્જમાં છે. જેથી  પોતાની ફરજ દરમિયાન સરકારની વૃધ્દ પેન્શન યોજના માટે ઉમરના દાખલા લેવા લોકોને હેરાનગતિ ના થાય તેવા હેતુથી ટોકન ાપી દર શુક્રવારે દસ અરજદારોને દાખલા કાઢી આપે છે. 

જેમાં આજે ઘણા લોકો આવતા તેમને ટોકન મેળવીને આવતા શુક્રવારે આવવાનું કહેતા આરોપી ભાજપ અગ્રણી સોમાણીએ ફોન કરી તમામ લોકોને ઉંમરના દાખલા કાઢી આપવાનું કહ્યું હતું જેથી ડોકટરે સમજાવવા પ્રયાસ કરતા વાતના સાંળીને ગાળો બોલી સરકારી હોસ્પિટલે ધસી આવી ગાળો બોલી કાંઠલો મારીને મારકૂટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અંગે વાંકાનેર સીટી પોલીસે કલમ ૧૮૬, ૩૩૨, ૩૦૪, ૫૦૬ (૨) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Tags :