મોરબી, તા. 25 એપ્રીલ 2020, શનિવાર
જ્યાં ટેકાના ભાવથી ખરીદી માટે સેન્ટર ચાલુ કરવા ખેડુતોની માંગ ઉઠવા પામી છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્રારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, લોકડાઉન બાદ હળવદ માર્કેટિંગ યાર્ડ જડબેસલાક સજજડ બંધ હતુ જે આજે ફરીથી ધમધમતુ થયુ છે.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપારી અને ઓકસન કલૉક દ્વારા સોશિયલ મીડિયા ડીસ્ટન રાખીને હરાજી નું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે, હરાજી કામકાજ સંભાળવામાં આવી રહયુ છે,હરાજી નો પ્રારંભ કરાયો જેમા જીરા અને એરંડા પાકની હરરાજી કરવામા આવી,કોરોના માહામારીને પગલે રાજ્યના તમામ માર્કેટિંગયાર્ડો બંધ કરવામા આવ્યા હતા જેને પગલે ખેડુતોની જણસો બગડવાની સમસ્યા સર્જાઇ હતી.

મોરબી જિલ્લા ના હળવદ માર્કેટિંગયાર્ડ આજે ખેડુતોની માંગને ધ્યાને લઇ ફરી શરુ કરવામા આવ્યુ માર્કેટિંગયાર્ડે રજીસ્ટેશન કરાયેલ ખેડૂતોને માર્કેટ યાર્ડમાં પોતાની જણસો વેચવા પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન કરાયેલા 100 ખેડૂતો ને જીરું અને એરંડાનું વેચાણ કરવા બોલાવવામાં આવ્યા ખેડૂતોના 50 વાહનો જીરુંના અને 50 વાહનો એરંડાના બોલાવવામાં આવ્યાં.
પ્રથમ દિવસે એરંડાના ભાવ 700થી 725સુધીના બોલાયા તેમજ જીરાના ભાવ 2500થી 2600 બોલાયા હતા કોરોના વાયરસન ન ફેલાય તેની તમામ પ્રકારની તકેદારી રાખી યાર્ડ માં હરાજી શરુ કરવામાં આવી. આ અંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે હાલમાં માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરીને માલની હરાજી કરવામાં આવે છે નિયમનું પાલન કરવામાં આવી રહ્યું,સેનેટાઈઝર,હેન્ડવોશ,માસ્ક ફરજીયાત સહીત સોસ્શિયલ ડિસ્ટન્સ જાળવા માં આવે છે.


