આશા ફેસીલીએટર આરોગ્ય કર્મીઓને કોરોના વિશેષ વેતન આપવા માગણી
- મોરબીમાં કલેક્ટરને અપાયું આવેદન પત્ર
- તમામને કાયમી કરી પેન્શન આપવા રજૂઆત
મોરબી, તા. 26 જૂન, 2020, શુક્રવાર
આશા ફેસીલીએટર અને આરોગ્ય કર્મીઓને કોરોના વિશેષ વેતન આપવાની માંગ સાથે જિલ્લા કલેકટરને પત્ર લખી માંગ કરવામાં આવી છે.ઓલ ઇન્ડિયા આશા વર્કસ કો ઓર્ડીનેશન કમિટી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા ગુજરાતના તમામ આશા વર્કર અને ફેસીલીએટર બહેનોએ આવેદન પાઠવ્યું હતું. જેમાં મોરબી જિલ્લામાં કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, તમામ આશા વર્કરો, ફેસીલીએટર અને એનએચએમના તમામ કર્મીઓને કાયમી કરો, સમાન સુરક્ષા અને પેન્શન આપો. તમામ ફ્રન્ટ લાઈન તમામ વર્કરોને સુરક્ષાના સાધનો આપો, રેડ ઝોનમાં સેવા બજાવનારને પીપીઈ કીટ આપો, ફ્રન્ટ લાઈન વર્કરોને કોવીડ ટેસ્ટ નિયમિત કરો.
તમામ ફ્રન્ટ લાઈન વર્કરોને વિમાની સુવિધા આપો જેમાં કોરોના ટ્રીટમેન્ટ ખર્ચનો સમાવેશ કરો, કોવીડની ફરજ બજાવતા તમામને રૂ. ૨૫ હજાર વિશેષ વેતન આપો, કોરોનાની ફરજ બજાવતા સંક્રમિત થાય તેને તુરંત પાંચ લાખ મદદ આપો, તમામને કોરોના ટેસ્ટ મફત કરાવો, આરોગ્ય સેવાને ખાનગીકરણ કરવાનું બંધ કરો અને આરોગ્ય માળખાને મજબુત બનાવવા જીડીપીના ૬ ટકા જેટલો ખર્ચ કરો, ટેક્ષ ના ભરતા હોય તેવા તમામને છ માસ સુધી માસિક રૂ. ૭૫ ચુકવવા સહિતની માંગ કરી છે.