ખેવારીયા ગામના ઉપસરપંચની દુષ્કર્મ કેસમાં કરાયેલી ધરપકડ
- મોરબી પંથકની પરિણીતાએ નોંધાવી હતી ફરિયાદ
- રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી
મોરબી, તા. 7 મે 2019, મંગળવાર
મોરબી નજીકના ગામની રહેવાસી પરિણીતા ઉપર ખેવારીયા ગામના ઉપસરપંચ દ્વારા અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદને પગલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ડીવાય. એસ.પી. ચલાવી રહ્યા હોય જેમાં આજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મોરબી નજીકના ગામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી જયદીપ ઠાકરશીભાઇ પટેલ (રહે. ખેવારીયા) એ આજથી દોઢથી પોણા બે વર્ષ પહેલાથી ૧૯-૪-૧૯ દરમિયાન આરોપીએ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરીને દીકરા અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી સાથે ફોટા પડયા હતા અને મારી નાખવાની ધમકીઓ આપીને એકલતાનો લાભ લઇ અવારનવાર તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું તાલુકા પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે આરોપી વિરૂધ્ધ દુષ્કર્મનો ગુન્હો નોંધી વધુ તપાસ એસસીએસટી સેલના ડીવાય. એસ.પી. ચલાવી રહ્યા હતા અને આજે ખેવારીયા ગામના ઉપસરપંચ આરોપી જયદીપ પટેલને ઝડપી લઇને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.