મોરબીના દલવાડી સર્કલ નજીક આંગડિયા કર્મચારીને માર મારી રૂ.1.20 કરોડની લૂંટ
- પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી
મોરબી: તા.31 માર્ચ 2022,ગુરૂવાર
મોરબીના દલવાડી સર્કલ નજીક આગડિયા પેઢીના કર્મચારીને મારમારી મોટી રકમની લૂંટ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા નાકાબધી કરી લૂંટરોને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની સુત્રોમાંથી મળતી વિગત મુજબ મોરબીના દલવાડી સર્કલ નજીક આજે સવારના સમયે ખાનગી ટ્રાવેલસ માં આંગડિયા પેઢીની મોટી રોકડ રકમ આવી હતી. જેથી આંગડિયા પેઢીના કર્મચારી તે રકમ લઈને જતા હતા ત્યારે એક સફેદ કલરની લક્ઝુરિયસ કાર આવી જેમાં 3 થી 4 લોકો હતા. તેમણે આગડીયા પેઢીના કર્મચારીને માર મારી મોટી રોકડ રકમ લઈને ભગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડની સૂચનાથી એ ડિવિઝન, LCB અને SOG સહિતની ટિમ દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપવા નાકાબંધી કરવાંમાં આવી હતી.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આંગડીયા કર્મચારીની કારમાં બે વ્યક્તિ સવાર હતા અને અંદાજે 1.20 કરોડની રકમની લૂંટ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે તો પોલીસ ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.