મોરબીમાં 200 માવા સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી, તા. 14 મે 2020, ગુરુવાર
પોલીસ આમ તો મોટા ભાગે દારૂ કે ગાંજા જેવા નશીલા અને પ્રતિબંધિત પ્રવાહી કે પદાર્થ સાથે ગુનેગારોને પકડતી હોય છે પણ લોકડાઉને પોલીસની એ ભૂમિકા જ બદલી નાખી છે. બંધાણની વસ્તુ તરીકે સામાન્ય એવા માવા(મસાલા કે ફાકી), સોપારી કે તમાકુ જેવી ક્ષુલ્લક ચીજો સાથે પણ પોલીસે લોકોને પકડવા પડે છે. મોરબીમાં એવી જ રીતે 200 પાર્સલ માવા સાથે પોલીસે એક જણને ઝડપી લીધો હતો.
બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કાંતિનગર સ્કૂલ પાસે ગણેશ મહાદેવ ચાવડા નામના શખ્સને પોલીસે માવાના જથ્થા સાથે પકડ્યો હતો. પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.