મોરબી જિલ્લાના ત્રણેય માર્કેટિંગ યાર્ડ આજે રહ્યા બંધ
મોરબી, તા. 15 એપ્રિલ 2020 બુધવાર
સરકાર દ્વારા ખેડૂતોને કોઈ સમસ્યા ન થાય તે માટે ગઈકાલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ માર્કેટીંગ યાર્ડ શરૂ કરવામાં માટે જણાવ્યું હતું પરંતુ મોરબી જીલ્લામાં આવતા ત્રણ માર્કેટિંગ યાર્ડ આજે બંધ રહ્યા છે.
લોકડાઉનની જાહેરાત થયા બાદ માર્કેટિંગ યાર્ડ બંધ છે તો ખેડૂતો પણ પોતાની જણસ વેચી શકતા નથી. તેથી સરકાર દ્વારા તમામ માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો પરંતુ મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડ આજે બંધ રહ્યા છે તો તેમના ચેરમેન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, યાર્ડ ચાલુ થશે તો સોશિયલ ડીસ્ટસિંગ જળવાશે નહિ અને મજુરો પણ હાલમાં ન હોવાથી મોટી મુશકેલી પડી શકે તેમ છે. જેથી આજે મીટીંગ કર્યા બાદ જ યાર્ડ ખોલવું કે નહિ તે અંગે નિણર્ય લેવામાં આવશે. જો કે, શાકભાજી સહિતની જીવન જરૂરી વસ્તુ યાર્ડમાં ચાલુ જ છે.