મોરબી: ઘડિયાળ ઉદ્યોગમાં રવિવારથી એક સપ્તાહ સંપૂર્ણ લોકડાઉન
- કોરોના સંક્રમણ વધતા લેવાયેલો નિર્ણય
મોરબી, તા. 11 જુલાઈ 2020, શનિવાર
કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સાવચેતી માટે વિવિધ વેપારી સંગઠનોએ વેપાર ધંધાનો સમય ઘટાડવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે ત્યારે મોરબી કલોક એસો દ્વારા એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
કોરોના કહેર મોરબી શહેરમાં સતત વધી રહ્યો છે ત્યારે મોરબી કલોક ઇન્ડ. દ્વારા તારીખ 12 ને રવિવારથી એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય લેવાયો છે. ઘડિયાળ ઉદ્યોગમાં સંકળાયેલ કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા હોય છે.
જેથી શહેરમાં વધતું સંક્રમણ ગામડાઓ સુધી ના પહોંચે અને કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે એક સપ્તાહ સુધી કલોક ઇન્ડ સંપૂર્ણ લોક ડાઉન પાળશે. જેથી ઘડિયાળના તમામ એકમો એક સપ્તાહ સુધી લોકડાઉનમાં જોડાશે તેમ મોરબી કલોક એસો. પ્રમુખ શશાંક દંગીએ જણાવ્યું હતું.