Get The App

પ્રેમિકા કામે આવતી બંધ થતા લાગી આવતા પેટમાં કાચના ઘા ઝીંકી યુવાને જીવ દીધો

- ટંકારાના ખીજડીયા રોડની ફેકટરીમાં કર્યો આપઘાત

Updated: Jun 12th, 2020

GS TEAM

Google News
Google News
પ્રેમિકા કામે આવતી બંધ થતા લાગી આવતા પેટમાં કાચના ઘા ઝીંકી યુવાને જીવ દીધો 1 - image


- જામનગરમાં બિમારીથી કંટાળી મહિલાએ, ખારવા ચકલામાં યુવાને ઝેરી દવા પી લેતા મોત

- વાંકાનેરમાં યુવાનનો, ચાંચાપરમાં વૃધ્ધનો આપઘાત

મોરબી, જામનગર,તા. 12 જૂન 2020, શુક્રવાર


મોરબી, જામનગર પંથકમાં આપઘાતના પાંચ બનાવો નોંધાયા છે. ટંકારા પાસેની ફેકટરીમાં પ્રેમિકા કામે આવતી બંધ થતા લાગી આવતા સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાને બારીના તૂટેલા કાચથી પોતના પેટમાં ઘા ઝીંકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી હતી. આ ઉપરાંત વાંકાનેરમાં યુવાનનો તથા ચાંચાપરમાં વૃધ્ધે જીવાદોરી ટૂંકાવી હતી. જામનગરમાં દ્વારકાપુરી રોડ વિસ્તારમાં મહિલાએ જયારે ખારવા ચકલા વિસ્તારમાં યુવાને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના ખીજડીયા રોડ પરની રોયલ મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં હીરાલાલ ઉમરાવસિંહ વર્મા ઉ.વ.૩૨ સિકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોય ને રોયલ મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં કામે આવતી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હોય અને તેણી કામે આવતા બંધ થયેલ હોય લાગી આવતા અને વતનમાં જવાના રટણ વચ્ચે ઈન્ડસ્ટ્રીઝની સિકયોરીટી ઓફિસની પાસે બારીનો કાચ તૂટેલ હોય જેનાથી પોતાની મેળે પેટમાં કાચથી ઘા મારી ઈજા કરી આપગાત કરી લેતા ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

જામનગરમાં ખંભાળિયા નાકા બહાર દ્વારકાપુરી રોડ પર અંબિકા ભવન નામના મકાનમાં રહેતા રમીલાબેન નવીનભાી ચાંદ્રા નામના ૫૦ વર્ષના મહિલાએ પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ પોતાના ઘરમાં પડેલી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હતી.

જામનગરમાં ખારવા ચકલા વિસ્તારમાં ભગવાનદાસ બાપુની શેરીમાં ગીતા નિવાસ નામના મકાનમાં રહેતા ઈક્ષિત જતીનભાઈ ચરડવા નામના ૨૩ વર્ષના યુવાનને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ જીવન ટુંકાવ્યું હતું.

મૂળ દાહોદનાં વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પરની રેનીશ ફેકટરીમાં કામ કરતા રાજુ રમેશ માવી ઉ.વ.૨૨ નામનાં યુવાને ચુંદડીથી ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે.

મોરબીના ચાચાપર ગામના રહેવાસી મોતીભાી દેવજીભાઈ ગામી (ઉ.વ.૯૧) નામના વૃધ્ધ ગત પોતાના ઘરે ઝેરી દવા પી જતા મોરબી ખનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં જયાં સારવાર દરમિયાન વૃધ્ધનું મોત થયું છે.

Tags :