હળવદ- માળીયા હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી, દારૂની બોટલો લેવા લોકોની પડાપડી
- પોલીસે સમયસર પહોંચી લોકોના ટોળાને વિખેર્યું, કારચાલક ફરાર, 6.34નો મુદ્દામાલ કબ્જે
મોરબી, તા.06 ફેબ્રુઆરી 2019, મંગળવાર
હળવદની મોરબી માળીયા ચોકડી પાસે આજે એક સ્વિટફ કાર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી અને કારમાં વિવિધ બાન્ડનો ઈગ્લિંશ દારૂ ભરેલો હોય કારચાલક નાસી ગયા હતો. દરમિયાન રેઢી પડેલી દારૂની બોટલો મેળવવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને દારૂની બોટલ લઈને ભાગી ગયા હતા.
દારૂ ભરેલી કારે પલ્ટી મારી હોવાની જાણ હળવદ પોલીસને થતા હળવદ પીઆઈ એમ આર સોલકી સહીતનો સ્ટફ ધટના સ્થળે દોડી ગયો હતો અને પલટી મારી ગયેલી ગાડી નંબર GJ-07-AR-9264 માંથી દારૂનો જથ્થો 2.34 લાખ 4.લાખની કાર કુલ મુદામાલ 6.34 લાખનો કબજે લઈને દારૂનો જથ્થો કોનો છે અને ક્યાં લઇ જવાતો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરીયા છે, વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે.
કાર પલટી મારી ગયા બાદ કારચાલક નાસી ગયાની માહિતી પણ સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે તો હળવદ પોલીસને બગાસું ખાતા મો માં પતાસું મળી ગયું હતું.