મોરબીમાં અર્થવ હોસ્પિટલમાં જુગાર રમતા બે ડોકટર સહિત 7 પકડાયા
- હોસ્પિટલમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
- પોલીસે જુગાર સ્થળેથી રૂા.7.13 લાખની રોકડ રકમ કબ્જે કરી
મોરબી,તા.8 માર્ચ 2020 રવિવાર
આજે મોરબી પોલીસે અર્થવ હોસ્પિટલમાં ચાલતા જુગારધામ પર દરોડો કરીને બે ડોક્ટર સહીત સાતને ઝડપી લઈને ૭ લાખથી વધુની રોકડ જપ્ત કરી છે. જ્યારે નવા બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ૪ ઝડપાયા હતા.
મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળની ટીમને હોસ્પિટલમાં જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેને પગલે ટીમે મોરબીની અથર્વ હોસ્પિટલની ઓફિસમાં દરોડો કરતા જુગાર રમતા ડોક્ટર અમિત જયંતીભાઈ ગામી, પીયુષ જશવંતભાઈ કગથરા, સંજય વિરજીભાઈ બોપલીયા, ભાઈલાલ અંબારામ શેરશીયા, ડોક્ટર રાજેન્દ્ર મગનભાઈ લોરિયા, મહેશ બાલ્જીભાઈ સનીયારા અને જીતેન્દ્ર માવજીભાઈ બોપલીયા રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭,૧૩,૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક રોડ પર જુગાર રમતા નીલેશ અમુભાઈ ખત્રી, અમર રમેશભાઈ સોલંકી, મનસુખ કરમશીભાઈ પરમાર અને જાકીર દાઉદ ચૌહાણ રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૩૦૦ જપ્ત કરી છે.