Gujarat

મોરબી પંથકમાંથી 30 ટ્રેનો દ્વારા 41579 શ્રમિકોને વતન પહોંચાડાયા

By GS Team
1 Jun 20201 min read
This article was originally published on 1 Jun 2020
મોરબી પંથકમાંથી 30 ટ્રેનો દ્વારા 41579 શ્રમિકોને વતન પહોંચાડાયા

મોરબી,તા.31 મે 2020 રવિવાર

મોરબી સિરામીક એશોસીએસન દ્વારા તંત્ર સાથે સંકલન સાધી 30 શ્રમિક ટ્રેનો દ્વારા 41579 લોકોને તન પહોંચાડવામાં આવ્યા હતા અને શ્રમિકો પુરા સન્માન સાથે પોતાના વતન પહોંચ્યા હોય જેથી  આભાર માન્યો હતો  

મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમજ અન્ય શ્રમિકોને વતન પરત મોકલવા માટે મોરબી સિરામિક એસો દ્વારા તંત્રની સાથે યોગ્ય સંકલન કરીને શ્રમિકોને વતન મોકલવા વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રમિકોને વતન મોકલતી વેળાએ એક એક વ્યકિતને રસ્તામા તકલીફ ના પડે તે માટે ફુડ પેકેટ અને મિનરલ પાણીની 1 લીટરની બે બોટલો અને બાળકોને ફુડ પેકેટની સાથે બિસ્કીટના પેકેટ પણ આપ્યા હતા. 30 શ્રમિક ટ્રેનો દ્વારા કુલ 41,579 શ્રમિકોને વતન પરત મોકલવામાં આવ્યા હતા તેમજ ઉદ્યોગ ફરી ધમધમે ત્યારે શ્રમિકો અર્થતંત્ર માટે શ્રમદાન માટે ફરી પરત આવે તેવી આશા પણ વ્યક્ત કરી છે.