મોરબી, માળીયા, ટંકારા તાલુકામાં 40 જુગારીઓ ઝડપાયા, છ ફરાર
- નવ સ્થળોએ બાતમીનાં આધારે પોલીસનાં દરોડા
- રૂા.4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઇને કાર્યવાહી
મોરબી, તા. 16 ઓગસ્ટ 2019, શુક્રવાર
મોરબી જીલ્લામાં જાણે જુગારની મોસમ પુર બહાર ખીલ્યો હોય તેમ મોરબી, માળિયા અને ટંકારમાં પોલીસે અલગ અલગ નવ સ્થળે ૪૦ શખ્સોને રૂપિયા ૪ લાખથી વધુની મતા સાથે જુગાર રમતા ઝડપ્યા હતા. જયારે છ આરોપી પોલીસે ચકમો આપી નાસી ગયા હતા.
મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે જીવાપર ગામે ધીરૂભાઈ તળશીભાઈ કાલરીયાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા દેવજી આયદાન સવસેટા, ઉમેશ રણછોડ ભાડજા, ભરત બચુભાઈ વડાવીયા, પરેશ બાબુ દેત્રોજા, હીરા રાજા સવસેટા ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨,૭૯,૫૦૦ જપ્ત કરી હતી.
જયારે બે આરોપી ચેતન રામજી પટેલ અને જયંતી ગોકળ પટેલ નાસી જતા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજી રેડમાં લાલપર ગામે જુગાર રમતા રાજેશ દિયાળ ભૂંગાણી, નીલેશ જગજીવન હરીપરા, પ્રકાશ પરષોતમ થડોદા, નીકુલ વલ્લભ ગાંભવા, દીપેશ નરશી ભરડવા, સંજય વ્રજેશ અગ્રાવત, પોપટ ઈશ્વર કાયનેટીયા અને હર્ષદ જગજીવન હરીપરા એમ આઠને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૪,૪૭૦ જપ્ત કરી હતી.
ત્રીજા દરોડામાં માળિયા પોલીસે મોટા ભેલા ગામમાં જુગાર રમતા ખેંગાર સરડવા, કાન્તિલાલ ધરમશી સરડવા અને ભાવેશ ખેંગાર ગોહેલને રોકડ રકમ રૂ ૧૨,૭૦૦ સાથે પકડાયા હતા. ચોથા દરોડામાં મોરબી પોલીસે જુગાર રમતા સવજી ઉર્ફે સતીશ રૂગનાથ ભીમાણી, ગજુભા ખેંગારજી ઝાલા, અનોપસિંહ ઉર્ફે હકુભા સજુભા જાડેજા અને યોગેશ વિશ્વનાથ ભટ્ટ અને ઇન્દ્રપ્રસાદ ઉર્ફે ઇન્દુ છોટાલાલ વ્યાસ એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૩૩૦ જપ્ત કરી હતી.
પાચમાં દરોડામાં મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૧૦ માં પતા ટીંચતા અમતા ભલુભાઈ ભરવાડ, રાજેશ લાલજી નકુમ અને વિજય મોતી રાઠોડ એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૩,૨૦૦ જપ્ત કરી કર્યા હતા. છઠા દરોડામાં જેતપર ગામે તાલુકા પોલીસે જુગાર રમતા જીવણ નાજા ભરવાડ, નાગજી ખીમજી પરમાર, ગણપત મનહર પટેલને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૩,૭૭૦ જપ્ત કરી હતી. રેડ દરમિયાન આરોપી પીન્ટુ નાનજી પરમાર, હરેશ લાલજી પરમાર, રાહુલ અરવિંદ પરમાર અને કિશોર બચુ કોળી એમ ચાર નાસી જતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
સાતમાં દરોડામા વિસીપરામાં જુગાર રમતા આકાશ ગંગારામભાઇ સારોલીયા, ઉસ્માનભાઇ ઉમરભાઇ મુલ્લા અને સુલતાનભાઇ સલેમાનભાઇ સુમરાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૮૦૦ જપ્ત કરી હતી અને આઠમાં દરોડામાં મોરબીના મકનસર ગામે રવિ પ્રતાપ નિમાવત, જગદીશ બચુ કોળી, ચેતન ગોવિંદ કોળી અને મિલન કિરીટ બોપલીયાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૭,૨૫૦ જપ્ત કરી હતી. નવમાં દરોડામાં ટંકારાના જીવાપરામાં જુગાર રમતા ધર્મેન્દ્ર રવજી છત્રોલા, પ્રવીણ ગોવિંદ, ગીરીશ કરશન રાજપરા, રજનીકાંત ગોરધન દેથરીયા, હિતેશ જયંતી રાજપરા અને હમીર સંગ્રામ ટોળિયાનેઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૪૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.