Get The App

મોરબીમાં લોકડાઉન વચ્ચે બર્થડે પાર્ટી કરનારા 12 શખ્સો ઝબ્બે

- બર્થડે પાર્ટીના ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા પોલીસની ઝપટે ચડી ગયા

Updated: Apr 20th, 2020

GS TEAM

Google News
Google News
મોરબીમાં લોકડાઉન વચ્ચે બર્થડે પાર્ટી કરનારા 12  શખ્સો ઝબ્બે 1 - image


મોરબી, તા. 20 એપ્રિલ, 2020, સોમવાર

કોરોના મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે મોરબીમાં બર્થ ડે પાર્ટી ઉજવી લુખ્ખા તત્વોએ કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા તેમજ બર્થ ડે ઉજવણીના ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા પોલીસની નજરે ચડી જતા પોલીસે ૧૨ ઇસમોને ઝડપી લીધા હતા 

મોરબી એ ડીવીઝન ટીમ લોકડાઉનની અમલવારી માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાની મદદથી ચાપતી નજર રાખી રહી છે દરમિયાન ગત તા. ૦૭ ના રોજ મોરબીના બોરીચાવાસમાં રહેતા અલ્તાફ ઉર્ફે અલુ અકબર ફકીરની બર્થડે પાર્ટી કાલિકા પ્લોટ અને બોરીચાવાસના ટપોરીઓએ ભેગા થઈને ઉજવણી કરી હતી એટલું જ નહિ પરંતુ ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હોય જે ફોટોને આધારે એ ડીવીઝન પોલીસે લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર ૧૨ ઇસમોને ઝડપી લીધા છે અને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  


Tags :