Get The App

ભંગારમાંથી બની વીણા : મેરી વીણા તુમ બિન રોયે...

Updated: Dec 30th, 2022

GS TEAM

Google News
Google News
ભંગારમાંથી બની વીણા : મેરી વીણા તુમ બિન રોયે... 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

- સિંહાબાદ પશ્ચિમ બંગાળના  સરહદી વિસ્તારનું છેલ્લું સ્ટેશન છે.  અહીંથી થોડે  દૂરથી બાંગલાદેશની સરહદ શરૂ  થાય છે. સિંહાબાદનાં ગામ લોકો તો પગે ચાલીને બાંગલાદેશનો આંટો મારી  આવે છે 

ભોપાલવાળાએ ભંગારમાંથી વીણા બનાવી, જ્યારે  આજના  નવા સંગીતકારો સીધી ભંગાર ધૂનો જ બનાવે છે.

સ્વરથી ઈ-શ્વરની સાધના માટે સાજ  પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભગવાન શંકરે  ડમરૂ બનાવી તાલનું સર્જન  કર્યું એમ સ્વરનો રણકાર રેલાવતી વીણા પણ બનાવી. શિવજીએ સર્જન કર્યું એટલે નામ અપાયું રૂદ્ર વીણા.  પૃથ્વી પર સંહાર અને સર્જનની પ્રક્રિયા ચાલ્યા કરે છે ત્યારે  ભોપાલમાં ભંગારમાંથી જંગી રૂદ્ર વીણા તૈયાર કરવામાં આવી છે તેના વિશે જાણી લઈએ. ૨૮ ફૂટ લાંબી, ૧૦ ફૂટ પહોળી  અને ૧૨ ફૂટ  ઉંચી આ વીણા ત્યજી દેવાયેલાં વાહનોના ભંગાર સ્પેર પાટ્ર્સમાંથી  બનાવવામાં આવી છે.  વાહનના તાર, સાંકળ, ગિયર અને બોલબેરિંગ્સ વાપરી 'કબાડ સે કંચન' થીમ ઉપર આ ભવ્ય વીણા તૈયાર કરવામાં આવી છે.  ભોપાલ શહેરની  વચ્ચોવચ્ચ વીણાને  સ્થાપિત કરવામાં  આવી છે  જેથી આવનારી પેઢી ભારતીય સંગીતનાઆ સાથીથી પરિચિત થાય. અફસોસ એ વાતનો છે કે ભારતીય ફિલ્મોના વીતેલા જમાનામાં  જે શાસ્ત્રીય રાગો પર આધારિત અમર ગીતો  બનતાં એને બદલે આજની ફિલ્મોમાં સાવ કચરા જેવા ંગીતો  બને છે. ભોપાલવાળાએ ભંગારમાંથી વીણા બનાવી, જ્યારે  આજના  નવા સંગીતકારો સીધી ભંગાર ધૂનો જ બનાવે છે. એટલે  આ સાંભળીને 'દેખે કબીરા રોયા' ફિલ્મનું ગીત યાદ આવે છે કે, મેરી વીણા તુમ બિન રોયે... હાયે રોયે ... સારી ધૂનો વગર સંગીતના સાજ પણ રોઈ પડે છે.

મીરાંના રાજસ્થાનમાં કન્યાનાં પ્રભુ સાથે લગ્ન

મેરે તો ગિરધર ગોપાલ દુસરો ના કોઈ... ગાતી અને કૃષ્ણપ્રેમમાં લીન રહેતી મીરાંબાઈના  રાજસ્થાનમાં  આવી જ રીતે એક ઉચ્ચ શિક્ષિત કન્યાએ  હિન્દુ શાસ્ત્રોક્ત  વિધિથી પ્રભુ સાથે  પ્રભુતામાં  પગલાં માંડીને  સહુને  આશ્ચર્યચક્તિ કરી દીધા  છે.  ગોવિંદગઢ પંયાચત સમિતિના  નૃસિંહપુરા ગામની એમ.એ.ની ડિગ્રી  મેળવી ચૂકેલી પૂજા સિંહ નામની કન્યાએ ગામના મંદિરમાં  શાલીગ્રામ સાથે લગ્ન  કર્યાં હતાં. પૂજાએ કેટલાયના લગ્નજીવનમાં ભંગાણ પડતા કે  કંકાસ થતા જોઈને લગ્ન જ ન કરવાનો નિર્ધાર  કર્યો હતો...  પરંતુ  ઓળખીતા  પાળખીતા મ્હેણાં મારવા માંડયા કે પરણવાલાયક થયા છતાં  કેમ કુંવારી  છે?  એટલે પછી  તેણે ભગવાન સાથે જ લગ્ન  કરી લીધાં. ઘરમાં  તેણે નાનું  મંદિર બનાવ્યું છે જ્યાં  શાલીગ્રામજી બિરાજમાન  છે. તેની સામે જ એ જમીન પર નીચે સૂઈ જાય છે.  આ જોઈને કહવેું પડે કે, 'જિસને જગ કી રીત ના માની મીરાં ઐસી હૈ પ્રેમ-દિવાની.'

બટેટાને નામ અપાયું  નીલકંઠ

માનવજાતને  બચાવવા પ્રભુ શિવજીએ  ઝેર ગટગટાવું અને  નીલકંઠ કહેવાયા, કારણ કે  ગળાનો રંગ નીલવર્ણોથઈ ગયો હતો. હવે મધ્યપ્રદેશમાં એક પ્રયોગશીલ ખેડૂતે નીલવર્ણના બટેટા  ઉગાડીને  તેને નામ આપ્યું છે નીલકંઠ, કારણ કે આ બટેટા  બ્લ્યુ રંગના છે. મિશ્રીલાલ રાજપૂત નામના પ્રયોગશીલ ખેડૂતે  બટેટાની  નવી જાત વિકસાવી છે, આ બટેટાનો સ્વાદ અનેરો છે, એટલું  જ નહીં,  આયુર્વેદિક ગુણધર્મ ધરાવે છે. સામાન્ય બટેટા કરતાં નીલકંઠ બટેટામાં  એન્ટિઓક્સિડન્ટ  તત્ત્વો ત્રણથી ચાર ગણા વધુ છે.  શિમલાના કેન્દ્રીય બટેટા સંશોધન  કેન્દ્રમાંથી  આ બટેટા  લાવીને ભોપાળના ખેડૂતે  ઉગાડયા છે એટલે કહેવું પડે  કે-

રંગ જોઈ રહી નહીં 

શંકો છેટા.

એવાં અનોખા છે 

નીલવર્ણા બટેટા.

પગે ચાલી પરદેશ

પરદેશ જવા માટે  લોકો પ્લેનની  ઊંચી ટિકિટ  ખર્ચીને જતા હોય છે, પણ  તમને ખબર છે, એવાં કેટલાય ભાગ્યશાળીઓ છે જે સાવ મફતમાં પગે ચાલીને પરદેશનો  આંટો મારી આવે છે? ભારત જે  દેશો સાથે  જમીનની સરહદથી જોડાયેલો  છે ત્યાંના સીમાવર્તી ભાગના  રહેવાસીઓ  આ રીતે  આંટો મારી  આવતા  હોય છે  પંજાબ  સરહદે  જ્યારે સીમાની આંકણી થઈ  ત્યારે કેટલાય કિસાનોના ંખેતર  પાકિસ્તાનની બાજુએ  રહી ગયા. એમને રોજ અવરજવર માટે સીમા સુરક્ષા દળ  તરફથી ખાસ પાસ આપવામાં આવે છે. નેપાલનો  દાખલો લઈએ તો  તે  ત્રણ બાજુએ  ભારતની  સીમાથી ઘેરાયેલો   છે. બિહારમાં  અરરિયા જિલ્લામાં  એક ગામ છે, જોગબની. ભારતનું  આ આખરી રેલવે સ્ટેશન છે. એટલે જોગબની ઉતરીને ત્યાંથી  ચાલીને નેપાલ જવાય છે. આવી જ રીતે ભારતના પશ્ચિમ બંગાળના  સરહદીવિસ્તારનું છેલ્લું સ્ટેશન છે. સિંહાબાદ આમ તો આ સાવ વેરાન પડેલાં  સ્ટેશને  પેસેન્જરોની  અવરજવર જોવા  નથી મળતી. આ સ્ટેશનની થોડે  દૂરથી બાંગલાદેશની સરહદ શરૂ  થાય છે. એટલેસિંહાબાદનાં ગામ લોકો તો પગે ચાલીને બાંગલાદેશનો આંટો મારી  આવે છે. જૂની ફિલ્મનું ગીત છેને, 'પરદેસીયોં સે ના અખીયાં મિલાના...' પણ સિંહાબાદવાળા તો પરદેશી સાથે આંખો  મિલાવીને પાછી આવી જાય છે.

આહાર અન્નનો નહીં, પણ ધનનો

લાંચરૂશ્વતના  આ જમાનામાં  એવું કહેવાય છે કે  લાંચને ન આવે આંચ  અને સાચને વાગે ચાંચ. કામ કઢાવવા પાળો એક જ ધરમ કે લાંચિયા  અફસરનાં કરો  ખિસ્સાં  ગરમ.  આવા લાંચિયા સરકારી બાબુઓ કે પોલીસવાળા માટે બોલચાલની  ભાષામાં  એવું કહેવાય છે કે  ફલાણા સાહેબ તો ચિક્કાર પૈસા  ખાય છે, પરંતુ હરિયાણામાં લાંચ લેતા  રંગેહાથ પકડાયેલો એક પોલીસ સબ-ઈન્સ્પેકટર ખરેખર  પૈસા ખાઈ ગયો, બોલો. ભેંસની લે-વેંચના મામલે બે જણ વચ્ચે તકરાર થતા  મામલો  પોલીસ સ્ટેશનમાં  પહોંચ્યો  હતો. મામલાની પતાવટ માટે  સબ-ઈન્સ્પેકટરે ૧૦ હજારની  લાંચ માગી  હતી.  આમાંથી  ૬ હજાર  ચૂકવાઈ ગયા હતા.  ચાર હજાર રૂપિયા બાકી હતા  એ ચૂકવતા પહેલાં પાર્ટીએ  વિજિલન્સ  ખાતાને જાણ કરી દીધી. જ્યારે સબ-ઈન્સ્પેકટરે  ચાર હજારની  લાંચની રકમ હાથમાં  લીધી ત્યારે જ વિજિલન્સવાળાએ રેડ પાડી  પકડી લીધો.  પણ આ અધિકારી ગાંજ્યો જાય એવો નહોતો. થોડો સમય ધડાધડી  ચાલી એ  દરમિયાન એ ચાર હજારની  ચળણી નોટો  ચાવી ગયો  અને  પૈસા  પેટમાં પધરાવી દીધા. આ જોઈ કહેવું પડે કે-

સાચિયાનો આહાર અન્નનો

લાંચિયાનો આહાર ધનનો.

પંચ-વાણી

લોકશાહીના રસોડે વાળુ છે

અહીં કૈંકની દાળમાં કાળું છે

હવે ખાઈકીબાજો એમ ન સમજે

કે અહીં તો કોણ જોવાવાળું છે?

Tags :