For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કળીયુગનો શ્રવણ માતાને કરાવે યાત્રા-ભ્રમણ

Updated: Aug 26th, 2022

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ભોજનમાં  ભક્તિ ભળે  ત્યારે પ્રસાદ  બની જાય અને  પ્રવાસમાં  ભક્તિ ભળે  ત્યારે યાત્રા  બની જાય. એમ દક્ષિણ  ભારતીય  માતૃભક્ત  કૃષ્ણકુમારે  નિર્ધાર કર્યો કે તેમની માતા આખી જિંદગી  નજીકના  મંદિરોમાં   પણ નથી જઈ શકી તો તેને  આખા દેશનાં  તીર્થસ્થાનોની  યાત્રા કરાવી છે. આ સંકલ્પ  પાર પાડવા કૃષ્ણકુમારે  કોર્પોરેટ એક્ઝિકયુટિવ  તરીકેની નોકરી છોડી દીધી અને સ્કૂટર ઉપર  માતાને બેસાડી  નીકળી  પડયા  તીર્થધામોની  યાત્રાએ. ૨૦૧૮થી માતા -પુત્રના સ્કુટર પર  બેસી જાય છે અને પછી  નીકળી પડ્  છે દૂર દૂરના ં  દેવસ્થાનોની યાત્રાએ. છેલ્લા ચાર  વર્ષ દરમિયાન   કૃષ્ણકુમારે સ્કૂટર ઉપર  ૫૬,૨૨૨ કિલોમીટરનું  અંતર કાપી માતાને  જાત્રા કરાવવાનું  પુણ્ય મેળવ્યું ં છે.  માત્ર ભારતના જ નહી, ંપણ  પાડોશી દેશ  નેપાળ,  ભૂતાન અને  મ્યાંમાર (બર્મા)નૉ તીર્થધામોની  પણ યાત્રા  કરાવી છે.  માતા-પુત્ર મંદિરો,  મઠ, આશ્રમ કે  ધરમશાળામાં ઉતારો  કરે છે  અને પછી  શાંતિથી  દેવદર્શન કરે છે. વચમાં લોકડાઉન દરમિયાન આ તીર્થાટન બંધ રાખ્યું હતું,   પઁણ કોવિડ નિયંત્રણ હટતાંની  સાથે જ  માતા-પુત્ર તિરૂપતીના દર્શને  સ્કૂટર પર  પહોંચી  ગયાં.  શ્રવણ કાવડમાં  બેસાડી  માતા-પિતાને  યાત્રાએ  નીકળ્યો  હતો.  જ્યારે ા  કળિયુગનો શ્રવણ  સ્કૂટર પર  નીકળી પડે છે એટલે જ કહેવું  પડે કે-

તને સો સો સલામ

કળિયુગના  શ્રવણ,

માતાને કરાવે  છે તું

સ્કૂટર પર યાત્રા-ભ્રમણ.

અડફેટે  ચડે અસલી, નાણાં કમાય નકલી

નકલમાં અક્કલ ન હોય અને જેનામાં અક્કલ હોય એ કોઈની નકલ કરવાના  પક્ષમાં  ન હોય,પણ  દુનિયામાં  અસલી કરતાં  નકલીની જ બોલબાલા  છે.  અસલીને  નામે નકલી  માલ  પધરાવી દેવાય છે.  નકલી દૂધ, નકલી ઘી, નકલી ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને અસલીને ઝાંખી  પાડી નાખે  એવી અઢળક ચીજો દુનિયાભરમાં  વેંચાય છે. આ બધી નિર્જીવ નકલી વસ્તુઓ છે,પણ મુંબઈમાં પોલીસે ત્રણ નકલી કિન્નરોેને  ઝડપી  લીધા હતા.  બન્યું એવું કે  સાકીનાકા   વિસ્તારમાં  એક ઘરે તાળી અને તાબોટા પાડતા ત્રણેય કિન્નરો પહોંચી  ગયા અને બાળકને  આશીર્વાદ  આપવાના નામે પાંચસો  રૂપિયા માગ્યા.  બાળકની  માતાએ પાંચસો  રૂપિયા આપ્યાં એટલે  'તૃતીયપંથી'એ પડીકું કાઢી બાળકના  શરીર પર ફેરવવા માંડયો અને આશીર્વાદ  આપવાની સાથે પડીકું પણ માતાને આપી કહ્યું કે  અઠવાડિયા  પછ ીપડીકું  ખોલજો.  એમ કહીને ત્રણેય લટકમટક કરતા અને તાબોટા પાડતા  નીકળી ગયા. માતાની નજર  બાળકના ગળા પર ગઈ ત્યારે  પેટમાં ફાળ પડી, કારણ કે સોનાની ચેન નહોતી.   તરત પોલીસને  ફરિયાદ કરી અને સીસીટીવી કેમેરાના ફૂટેજને  આધારે પોલીસે   ત્રણેય નકલી  કિન્નરોને ઠેઠ  બુલઢાણાથી  ઝડપી લીધા.  આ ત્રણેય આરોપીઓ  સ્ત્રીનો વેશ  ધારણ કરી  કિન્નર  બની નીકળતા  અને  હાથફેરો કરી પલાયન થઈ  જતા. 

આ નકલી  નાટક જોઈને  વિચાર આવે કે  સમાજકારણમાં કે રાજકારણમાં  અસલી   કોણ અને  નકલી કોણ એ ઓળખવાનું જ કેટલું  મુશ્કેલ  બની ગયું છે!  એટલે આ  અસલી-નકલીના નાટકને જોઈને કહેવું પડે કેઃ

જો આજ હૈ ન-કલ થા

જો ન-કલ હૈ વહ આજ હૈ

હાથી મેરે સાથી

ટેક્સ પડાવે શાથી?

આપણા દેશની ટેક્સ-સિસ્ટમ કેવી  છે, ખબર છેને? ટેક્સ ચૂકવ્યા વિના  હાથીના  હાથી નિકળી જાય અને સામાન્ય  સસલા ઝડપાઈ જાય. ગજરાજ  ગમ્મત કરે અને  સસ્સારાજ  સહન કરે,  પણ ખરેખર હાથી ખુદ  ટેક્સ ઉઘરાવવા  નીકળે તો  કેવું આશ્ચર્ય થાય?  માણસને  હાથીપગાની બીમારી લાગે  તો હાથીને  લગાન વસૂલ કરવાની  માણસની બીમારી  કેમ ન લાગે?  માન્યામાં ન આવતું હોય તો થોડા સમય પહેલાં વાઈરલ થયેલો  વેરો ઉઘરાવતા હાથીબાબુનો  વિડીયો જોવા  જેવો છે. જંગલના  સૂમસામ  રસ્તે શેરડીના સાંઠા  ભરીને ટ્રક  જઈ રહી છે.  અચાનક  રસ્તાની  વચ્ચોવચ્ચ આવીને  એક હાથી અને મદનિયું  જાણે  'રસ્તા-રોકો' આંદોલન  છેડયું હોય  એમ ઊભાં  રહી જાય છે. ડ્રાઈવર  હોર્ન વગાડે છે  છતાં હાથી હટતો નથી. અંતે થાકીને ટ્રકનો  કેરિયર  પર બેઠેલો  માણસ શેરડીના  સાંઠા  હાથી સામે ફેંકે છે ત્યારે જ સૂંઢથી  મીઠાં મીઠાં  શેરડીના સાઠા ઉપાડી રસ્તો  ખુલ્લો કરીને  જાણે ટેક્સ વસૂલ કરી લીધો હોય  એવી અદાથી  જંગલમાં  ચાલ્યાં જાય છે.  આઈએફએસ  ઓફિસર  પરવીન  કાસવાને   આ વિડીયો  અપલોડ કર્યા  પછી સવાલ કર્યો કે   આને શું કહેવાય?  દાદાગીરી કે વેરાની   વસૂલી?  આ સાથે જ  ચેતવણીના  સૂરમાં  તેમણે સંદેશ  વહેતો કર્યો છે કે  જંગલીને ક્યારેય આ રીતે ખવડાવીને હેવાયા ન કરવા જોઈએ. જો તેને  સહેલાઈથી  અને સ્વાદિષ્ટ ખાણું ખાવાની આદત  પડી જશે તો તે  જંગલની બહાર નીકળી,  રસ્તાની  આસપાસ ભમતા  રહેેશે. આને લીધે અકસ્માતનું જોખણ ઊભું થશે.

વનમાં જ  નહીં, સરકારી વિભાગોમાં  પણ જેને સહેલાઈથી  'ખાવાની' આદત પડી  જાય છે એ પછી  લોકોને કેવા  ભારે  પડે છે!   એટલે મીઠો-વેરો વસૂલ કરતા ગજરાજને જોઈને સવાલ કરવો પડે  કે-

હાથી મેરે સાથી

ટેક્સ પડાવે શાથી?

કૂકરે કૂક તેરમું

ન ચૂક....

રોજ સવારે  કૂક રે કૂક કરી ગામનો જગાડનારા  કૂકડા જ્યારે  કાયમ માટે  પોઢી જાય ત્યારે  કોણ એની પરવા કરે છે?  જોકે કેટલાક  એવા પ્રાણીપ્રેમી  કે  પક્ષીપ્રેમી  આજે પણ પોતાનાં  પાળેલા પ્રાણી કે  પક્ષી મૃત્યુ પામે ત્યારે  તેના વિધિવત   અંતિમસંસ્કાર  કરીને પછી  મરણોત્તર  વિધિ પણ  કરે છે.  ઉત્તર પ્રદેશના  પ્રતાપગઢ  જિલ્લાના  ફતનપુર  ગામે ક્લિનિક  ચલાવતા  શાલીકરામે  એક કૂકડો   અને બકરી  પાળી હતી.  કૂકડાને  પ્યારથી લાલી કહી  બોલાવતા. કૂકડો ફેમિલી મેમ્બરની જેમ  જ ભળી ગયો હતો.   એક દિવસ  સવારે ઘરના  વાડામાં બકરીના બચ્ચા પર શેરીના કૂતરાએ  હુમલો કર્યો. આ જોઈ કૂકડો  બકરીના બચ્ચાને બચાવવા કૂતરા પર તૂટી પડયો અને  ખરી ઝીંક ઝીલી.  બકરીના બચ્ચાને  તો બચાવ્યો, પણ આ જંગમાં  કૂકડો મોતને ભેટયો. ઘરમાં  શોક છવાઈ ગયો. બધાએ  મળી તેનો અંતિમવિધિ કરી. 

ત્યારબાદ શાલીકરામે  પોતાના પ્યારા  એવા  આ વીર લાલીના મૃત્યુ પછી  તેરમું મનાવવાનું  નક્કી કર્યું.   તેરમાને દિવસે ગોર મહારાજ આવ્યા,  વિધિવત  તેરમાની વિધિ  પાર પાડી.  ત્યારબાદ ગામડાના લગભગ ૫૦૦ જણને ભોજન કરાવ્યું. આ વિધિ  પાછળ ૪૦  હજાર રૂપિયા  ખર્ચ કર્યો. કૂકડાના તેરમા ની વિધિની ગામેગામ  ચર્ચા ચાલી. માંસાહારીઓ એક તરફ બે હાથે ચિકન મસાલા કે  મુર્ગ મસાલાનું  ભોજન નહીં,  ભક્ષણ કરતા હોય  છે, જ્યારે  બીજી તરફ શાલીકરામ  જેવા  જીવદયાપ્રેમીઓ મૃત કૂકડાના  આત્માની શાંતિ  માટે તેરમાની  વિધિ કરે છે. આ જોઈ ચમના ભગત કહે છે કે-

પરમાટી ખાનારાની

કેવી જીવલેણ હોય છે ભૂખ,

બીજી બાજુ  જીવદયા પ્રેમી

મૃત પ્રાણી-પક્ષીની પણ વિધિ કરે

છેઅચૂક.

નિસ્વાર્થ પ્રેમ અમૂલ્ય, એમાં મીઠાઈનું શું મૂલ્ય?

આગ્રાનો તાજમહાલ શાહજહાં  અને બેગમ  મુમતાઝ મહલના  અમર પ્રેમના પ્રતીક તરીકે  જગમશહૂર છે. બાદશાહે તાજના  બાંધકામ  પાછળ ઢગલા મોઢે  સોનામહોરો વાપરી હતી.  બાદશાહ અને  બેગમની  મોહબ્બતની ગવાહી આપતો  તાજમહલ જ્યાં ખડો  છે એ  આગ્રા શહેરમાં  ભાઈ-બહેનના નિસ્વાર્થ પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના તહેવાર  વખતે  કેટલીક સુખી  ઘરની બહેનોએ  ચોવીસ કેરેટ સોનાની મીઠાઈથી પોતાના ભાઈનું મોઢું  મીઠું  કરાવીને  હાથે રાખડી  બાંધી હતી. 

સુકા મેવા  અને ચોખ્ખા ઘીથી તરબતર   ઘેવર  મીઠાઈ તો ઘણાએ  ટેસ્ટ કરી હશે,  પણ આગ્રામાં  એક મીઠાઈવાળાએ  સુકા મેવો અને ઉપર ૨૪ કેરેટ શુદ્ધ સોનાનો વરખ  લગાડેલી  આ મીઠાઈ ખાસ રક્ષાબંધન  માટે તૈયાર  કરી હતી.   આ મીઠાઈ  ૨૫ હજાર રૂપિયે કિલોના ભાવે વેંચાઈ હતી, બોલો! એક કિલો મીઠાઈ  જેટલા પૈસામાં તો નાના ગામડામાં  મીઠાઈની  નાનકડી દુકાન  ખોલી શકાય. બાકી  તો સોનાની દોરીથી નહીં  પણ કાચા ધાગાથી  બંધાઈને  જન્મોજન્મ  સુધી ટકી રહેતા   ભાઈ-બહેન  વચ્ચેના અમૂલ્ય  સ્નેહ સામે  હજારો રૂપિયે  કિલોના ભાવની મીઠાઈનું  શું મૂલ્ય? 

ગામડામાં  ગરીબના ઘરમાં  રક્ષાબંધનનો તહેવાર  ઉજવાયો  ત્યારે  બહેને જે ગોળની ગાંગડીથી વીરાનું  મોઢું મીઠું કરાવ્યું હશે  એ ગોળની ગાંગડી  પણ ભાઈને સોનાના કટકા જેવી જ લાગી હશે. બાકી તો  ૨૫ હજારની  એક કિલો મીઠાઈ  લીધી એને બદલે  કોઈઅનાથાશ્રમમાં  અઢીસો  બાળકોને  પેટ ભરીને જમાડી શકાયા હોત. બાકી તો  જેને પૈસાનો દેખાડો  જ કરવો હોય એને  કોણ રોકી શકે? આ બધા  ધન કી બાત તરફ જ ધ્યાન આપે  મન કી બાત તરફ નહીં.

પંચ-વાણી

ભારતમાં ગણતંત્ર

પક્ષીઓનું ચણતંત્ર

વિદ્યાર્થીઓનું ભણતંત્ર

મચ્છરોનું ગણ-ગણતંત્ર

Gujarat