Get The App

લોકડાઉનથી લાભ અને અનલોકથી આફત

- મેરા ભારત મહાન- અક્ષય અંતાણી

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનથી લાભ અને અનલોકથી આફત 1 - image


કોરોના મહામારીનો મુકાબલો કરવા  માટે દેશભરમાં લોકડાઉનનો ઉપાય અજમાવવામાં આવતારોગચાળાને નિયંત્રણમાં  રાખવામાં ચોક્કસ મદદ મળી  હતી પરંતુ  પછી ધીમે ધીમે વેપાર-ધંધા  અને  વાહન વ્યવહાર શરૂ કરવાની સરકારે શરૂઆત કરતા કોરોનાના કેસ વધવાની  આશંકા આરોગ્ય  ક્ષેત્રના  નિષ્ણાંતો વ્યક્ત કરે છે.

રાજકારણમાંથી દૂષણ જાય અને વાતાવરણમાં  પ્રદૂષણ જાય તો લોકોને રાહત થાય. કોરોનાને નાથવા લોકડાઉનના અમલને લીધે  આ દૂષણ અને  પ્રદૂષણ બન્નેમાં  ઘટાડો થયો હતો.   કારણ બધી સરકારો અને રાજકીય  નેતાઓ કોરોના સામે લડવામાં વ્યસ્ત હોવાથી આપસમાં લડવાની ફુરસદ ક્યાંથી મળે?  પરિણામે એકબીજા ઉપર આળ અને ગાળનો મારો ચલાવવાની પ્રવૃત્તિ  મંદ પડી હોય એવું લાગ્યું. જો કે છૂટછાટ અપાયા પછી ફરી આ દૂષણ અને પ્રદૂષણની માત્રા વધી જશે.

લોકડાઉનમાં કારખાના, મિલો, કેમિકલ પ્લાન્ટસ અને વાહન-વ્યવહાર સદંતર બંધ  રહેવાથી  વાયુ અને જળ પ્રદૂષણની માગ એકદમ  ઘટીગઈ હતી. એટલે  જ ડુંગર દૂરથી રળિયામણા  એ કહેવત આવી પડી હતી.  ઉત્તર પ્રદેશના સહરાનપુરથી લોકોને હિમાલયના  દર્શન થવા માંડયા હતા. આવી જ રીતે પંજાબના જાલંધરથી હિમાલયના  હિમાચ્છાદિત શિખરો જોઈ  શકાતા હતા.

કારણ વાયુ પ્રદૂષણમાં  લગભગ ૪૦ ટકા ઘટાડો થવાથી સ્વચ્છ  વાતાવરણમાં લોકો લગભગ ૨૦૦ કિલોમીટર દૂરથી હિમાલયની પર્વતમાળાના ઘરેબેઠા દર્શન કરી શકતા હતા. ગંગા અને યમુના નદીનું પ્રદૂષણ પણ ઘટી ગયું હતું. આમ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છતાં પ્રદૂષણ ઘટાડવાનું કાર્ય સફળ નહોતું થયું એ લોકડાઉનથી શક્ય બન્યું હતું.  પરંતુ અનલોક થવા માંડતા ફરી આફત આવશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે. સ્વચ્છ વાતાવરણમાં હિમાલયના દર્શન કરી ચૂકેલા કહે છે કે: 

હે લોકડાઉન તારૂં ભલુ થાય

પ્રદૂષિત નદીઓ સ્વચ્છ થાય

અને અમને ઘેરબેઠા હિમાલયના 

દર્શન થાય

લાખો મહિલાઓની આશાની  'ઊષા'

હૈયામાં જો હોય હામ તો અવરોધ અટકાવેશું કામ? બસ આ એક જ સૂત્ર જીવનમાં અપનાવનારી રાજસ્થાનના અલવરની ઉષા  ચૌંમડ નામની મહિલા એક જમાનામાં  માથે મેલું ઉપાડવાનું કામ કરતી એ ધીમે ધીમે  પણ મક્કમ  પગલે આગળ વધીને આજે  પદ્મશ્રીનો ખિતાબ  હાંસલ કરી ચૂકી છે.  ઉષા પાંચેક વર્ષની ઊંમરની જ  ગામડામાં મેલુ ઉપાડવાનું કામ કરતી અને જે થોડા-ઘણાં પૈસા મને એમાંથી સંતોષ માનતી આજથી લગભગ  પંદર-સોળ વર્ષ પહેલાં  ગામડાની મુલાકાતે  સુલભ ઈન્ટરનેશનલના વડા  બિંદેશ્વર પાઠક આવ્યા હતા.   તેમણે ગામડાની સ્ત્રીઓની આ છે દયનીય હાલત જોઈ  અને તત્કાળ કરવાનું વચન આપી આ કામ છોડાવ્યું.પછી ઉષા અને બીજી સ્ત્રીઓ સેલ્ફ ગુ્રપમાં જોડાઈ અને પછી ખૂબ મહેનત કરી આગળ વધી અને સુલભની જ પ્રમુખ બની ગઈ પછી તો સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી આયોજિત અનોખ ફેશન-વીકમાં ભાગ લેવા ઠેઠ ન્યુયોર્ક પહોંચી અને ત્યાં સ્ટેજ ઉપર કેટલોક કરવાની પણ તક મળી.  આ મહિલાનું  ભારત સરકારે પદ્મશ્રીનો  ઈલકાબ આપી સન્માન કર્યું સાચું જ કહ્યું  છે ને  કે: જે કર ઝુલાવે  પારણું  એ જ જગ પર શાસન કરે.

'શોલે' ફિલ્મની યાદ 45 વર્ષે પણ એક સ્ટેશન પર જીવંત

લોકડાઉનમાં  સોશ્યલ મિડિયામાં જાત જાતની રમૂજો વહેતી મૂકાય છે.  એમાં કોઈ ફળદ્રુપ ભેજાની ઉપજ સમી શબ્દ રમત પણ વાંચવા મળી હતી કે:  ફિલ્મ આઈ થી શોલે, પણ આ વાંચીને ખરેખર 'શોલે' ફિલ્મ યાદ આવી ગઈ. હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં  સીમા ચિહ્નરૂપ બની ગયેલી આ  ફિલ્મ શોલેને આવ્યે લગભગ ૪૫ વર્ષ વિતી ગયા  છે, છતાં  લોકોને ભૂલ્યા નથી. આ વાતનો પુરાવો છે  કર્ણાટકનું  નવું બંધાયેલું રામનગરમ સ્ટેશન.  સ્ટેશનની ઉપર રેલવે તરફથી શોલે ફિલ્મના યાદગાર સીનને દર્શાવતા  કેટલાય પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. સ્ટેશનને અને શોલે ફિલ્મને વળી શું સંબંધ એવો સહેજ સવાલ થાય. આનો જવાબ છે કે શોલેમાં  જે સ્ટેશનને ફિલ્મી નામ રામગઢ અપાયું હતું.   તેવી જગ્યાએ આ નવું સ્ટેશન બાંધી રામનગરમ નામ આપ્યું છે. ૧૯૭૫માં આવેલી શોલે ફિલ્મમાં અમિતાભ બચ્ચનઅને ધર્મેન્દ્ર એટલે કે જય અને વીરૂ મીટરગેજની ગાડીમાં  આ જ રામગઢ સ્ટેશને ઊતરેછે.  બહાર નીકળી બસંતી એટલે કે હેમામાલિનીના ટાંગામાં  બેસી ઠાકુરની હવેલીએ જાય છે.  આ વિસ્તારની  આસપાસની  પહાડીઓમાં શોલેનું શૂટિંગ થયું હતું  અને ત્રાડથી ડું ગરો  જાણે  કંપી ઉઠયા હતા. આ શૂટિંગ વખતે  હાજર હતા એવા કેટલાય વૃદ્ધો ગામમાં મોજૂદ છે.  ગામનું મૂળ નામ કહેવાય છે કે શમશેરપુર હતું. પણ શોલેમાં રામગઢનામ અપાયું હતું. એ જૂનું સ્ટેશન પાડી નવું સ્ટેશન બંધાયું છે.  લોકડાઉનના ફઉરસદના  સમયમાં શોલે જોશે તેને આ રામગઢ યાદ આવશે.

રામ-કૃષ્ણના ભજન લખતા અને ગાતા રમઝાન ખાન 

દેશમાં કોમી વિખવાદોકે ધર્મ અને મઝહમંના નામે  ઊભા થતા વિવાદો વચ્ચે સામાજિક સમરસના કેમ વધે બસ આ એક જ ધૂન સાથે રામ-કૃષ્ણના ભજનો લખવામાં  ગાવામાં રત રહેતા અને ગોસેવા પણ કરતા રમઝાન ખાન (રાજસ્થાનના)  રણમાં મીઠી વિરડી સમાન છે. શ્રીકૃષ્ણની ભક્તિની રસખાનની પરંપરા આગળ  વધારતા રમઝાનખાન ઉર્ફે મુન્ના માસ્ટરને આ વર્ષે પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવ્યા   ત્યારે તેમના ગામ જયપુરના લોકોએ જ નહીં પણ આખા રાજસ્થાનના લોકોએ ગર્વની લાગણી  અનુભવી હતી.  ગયા વર્ષે  બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં રમઝાન ખાનના પુત્ર પ્રોફેસર  ફિરોઝ ખાનની સંસ્કૃત વિભાગમાં નિમણૂંક થઈ ત્યારે  વિવાદ થયો હતો પણ રમઝાન ખાનને  ભજનનો વારસો તેમના પિતાજી પાસેથી મળ્યો છે.  

 પિતા મંદિરોમાં  ભજન કરવા જતા તેની ભેગા રમજાન ખાન પણ જતા ૧૫ વર્ષથી ઉંમરથી ભજનનો રંગ લાગ્યો. પછી તો કૃષ્ણ અને ગાયમાા પર ખુદ ભજનો લખવા માંડયા અને ગાવા માંડયા આમ  આજ છેલ્લાં અર્ક વર્ષોથી આ ભજન સાધના અવિરત ચાલે છે  જન જન સુધી ભજન પહોંચાડવાની  એમને ધૂન લાગી છે આ ભકિતના માર્ગે આગળ વધવામાં  તેમણે સગાસંબંધીના વિરોધનો પણ સામનો કરવો પડયો છે. પણ વિરોધની પરવા કર્યા વગર એ ભજનની સૂરાવલી રેલાવતા સ્વરથી ઈશ્વર સુધીની યાત્રામાં વધવામાં માને છે.

પ્રભુ રામે ગુજરાતના  ડાંગમાં શબરીના બોર ચાખ્યા  હતા

લોકડાઉનના અમલ  દરમિયાન ફરીથી ટેલિવિઝનની સૌથી વધુ લોકપ્રિય સિરીયલ રામાયણનું પ્રસારણ શરૂ થયું એ સાથે જ કોડો લોકો માટે આ સિરીયલે ફરી આકર્ષક  જમાવ્યું રામાયણમાં રામભક્ત શબરીનો અદભૂત પ્રસંગ આવે છે  ને? પ્રભુ રામજીએ શબરીના એઠાં  બોર આરોગ્યા હતા પણ આ બોર કંઈ જગ્યાએ ખાધા હતા? એવો સવાલ કરવામાં આવે તો જવાબ દઈ શકાય કે  ગુજરાતના અત્યારના ડાંગ  વિસ્તારમાં ભગવાન  રામે શબરીનું આતિથ્ય સ્વીકાર્યું હતું. 

રામાયણ કાળનું દડકારણ્ય એટલે જ અત્યારનું ડાંગ એવું કહેવાય છે કે રામાયણ કાળમાં આ વિસ્તાર શબરી વન તરીકે ઓળખાતો હતો બરડીપાડા  વિસ્તા બોરડી વન તરીકે પ્રચલિત હતો એવું મનાય છે કે રામ-સીતા-લક્ષ્મણ વનવાસ વખતે સુબીર ગામ અને ચમક ડોગર જગ્યા પર શબરીનો ભેટો થયો હતો.  આજે રામ-સીતા-લક્ષ્મણ અને શબરીનું સુંદર બંધાયું છે.  આહવાથી નવાપુર રોડ પર આ મંદિર આવેલું છે. સુબીર ગામ એ શબરી માતાનું ગામ મનાય છે. આસપાસના જંગલમાં આજે પણ બોરડીના ઝાડ જોવા મળે છે.

પંચ-વાણી

લોકડાઉનમાં આળસુ બન્યા

આળ સેશિયન

**  **  **

મહારાષ્ટ્રના અહમનગર તહેસીલમાં

દર વર્ષે એક અઠવાડિયું લોકડાઉન

પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે:

એટલે જ કહી શકાય :

લોકડાઉન પાળે

એ આફત ટાળે.

Tags :