Get The App

ભાઈજીપુરા નજીક બાઈક સ્લીપ ખાઈ જતાં યુવાનનું મોત

Updated: Jun 12th, 2020

GS TEAM

Google News
Google News
ભાઈજીપુરા નજીક બાઈક સ્લીપ ખાઈ જતાં યુવાનનું મોત 1 - image


ગાંધીનગર, તા. 12 જુન 2020, શુક્રવાર

ગાંધીનગર શહેર નજીક ભાઈજીપુરા પીડીપીયુ રોડ ઉપર ગઈકાલે બપોરના સમયે બાઈક સ્લીપ ખાઈ જતાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. 

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા પીડીપીયુમાં ફર્નીચરનો કોન્ટ્રાકટ ધરાવતાં અને ચાંદલોડીયા ખાતે રહેતા મનસુખભાઈ જગજીવનદાસ મેવાડા ગઈકાલે તેમની સાઈટ ઉપર હાજર હતા તે દરમ્યાન તેમની સાથે કામ કરતાં કૌટુંબિક બનેવી ચાંદલોડીયાના અમરાપુરા સોસાયટીમાં રહેતા ૩પ વર્ષીય જીતુભાઈ ભીખાભાઈ મેવાડા  તેમનું બાઈક નં.જીજે-ર૪-સી-ર૬૫૭ લઈને ત્યાં આવ્યા હતા અને કહયું હતું કે હું નરોડા ખાતે મારા સસરાને ત્યાં કામ અર્થે જઈ રહયો છું અને કામ પતાવી પરત આવું છું. ત્યારબાદ બપોરના સમયે જીતુભાઈને ફોન ઉપરથી કોઈ વ્યક્તિએ મનસુખભાઈને ફોન કર્યો હતો અને જીતુભાઈને અકસ્માત થતાં સિવિલ હોસ્પિટલ ખસેડયા હોવાનું કહયું હતું. જયાંથી જીતુભાઈને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. ભાઈજીપુરાથી પીડીપીયુ રોડ ઉપર જીતુભાઈનું બાઈક સ્લીપ થઈ જતાં આ  અકસ્માત સર્જાયો હતો અને આ અંગે ઈન્ફોસીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.


Tags :