Get The App

સોલંકી કાળમાં બનેલ શર્મિષ્ઠા તળાવનો વિકાસ થતાં પાણીનો સંગ્રહ

- ૪૫૦૦ વર્ષ જુના અને ૧૦મી સદીના

- શર્મિષ્ઠા નામની વિષકન્યા તથા નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની દિકરી શર્મિષ્ઠાના નામ પરથી પડયાનું અનુમાન

Updated: Jun 14th, 2021

GS TEAM


Google News
Google News
સોલંકી કાળમાં બનેલ શર્મિષ્ઠા તળાવનો વિકાસ થતાં પાણીનો સંગ્રહ 1 - image

મહેસાણા,તા.14

ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર શર્મિઠા તળાવના કિનારે ઊંચા ટેકરા પર ઉર્ધ્વચંદ્રાકારે વસેલું છે. આ તળાવ કાળમાં ૧૦મી સદીમાં બધાયું છે. ૧૫૦ ફૂટ ઊંડુ અને ૩૬૦ પગથિયા તથા ૪૫૦૦ વર્ષ જુનું હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં વિકાસ થતાં ગામની આન-બાન અને શાનમાં વધારો થતાં અદભૂત રમણીય નજારો જોવા મળી રહ્યો છે. ગામની ફરતે અન્ય સાત તળાવો આવેલા છે. જેમાં કોઠા અંબાજી, વિશ્વામિત્રી, અમઢુ, મઠખાડુ, સીતાખાડુ અને કપીલા નગરીનો આવરો પણ ગામની શોભા વધારી રહ્યા છે.

મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગરી વડનગરનું શર્મિષ્ઠા તળાવ ગામની પ્રાકૃતિક સૌંદર્ય અને રમણીય નજારો દર્શાવતું આ તળાવના શર્મિષ્ઠા નામ પ્રત્યે બે મત પ્રવર્તી રહ્યા છે. જેમાં તે સમયના રાજાને ત્યાં એક પુત્રીનો જન્મ થયો હતો. તે સમયે જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખેલ કે જન્મેલ પુત્રી વિષ કન્યા છે. જેના કારણે રાજાએ રાજપાઠ ગુમાવવું પડશે અન ેદિકરીને ત્યજી દેવી પડશે. પરંતુ રાજાએ વાત કાન ેધરી ન હતી. છેવટે વડનગર પર આક્રમણ થતાં રાજ્યપાઠ ગુમાવવું પડયું અને દિકરીને કાઢી મુકી હતી. તે દિકરી વડનગરમાં ઝુંપડી બાંધી રહી પ્રભુની આરાધના કરવા લાગી અને તે સમય દરમિયાન દુષ્કાળ પડયો ત્યારે વિષય કન્યાએ રાજાને વિનંતી કરી તળાવ બંધાયું અને આ વિષકન્યા શર્મિષ્ઠાના નામ પરથી શર્મિષ્ઠા નામ પડયું છે.

બીજા મત પ્રમાણે નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાને વડનગરના ઝટપટ મહેતાને ત્યાં પરણાવી હતી. જેને શર્મિષ્ઠા નામની પુત્રી અવતરી હતી. આ સમય દરમિયાન દુષ્કાળ પડયો હતો તે સમયના રાજાને વિનંતી કરતાં તળાવ બંધાયું હતું. તેના પરથી શર્મિષ્ઠા તળાવ નામ રખાયું હતું.

જોકે વડનગર આજુબાજુના ગામો શર્મિષ્ઠા તળાવને શમેલાના હૂલામણા નામથી જ ઓળખે છે. શ્રાવણ માસ કે પવિત્ર તહેવારોમાં આ તળાવમાં સ્નાન કરવામાં આવે છે. અષાઢી બીજે તળાવની મધ્યમાં આવેલ સતીબાઈના ડેરીએ લોકો તરતા શ્રીફળ લઈને વધેરવા જાય છે. વડનગરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવતાં હાલમાં તળાવની મધ્યમાં આવેલ બેટ પર ઓપન એર થિયેટર, જ્યાં વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ બોટીંગની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે.

તળાવમાં પાણી ક્યાંથી ભરાય છે

વર્ષો પહેલાં અરવલ્લીની ગરીમાળા પર્વત પરથી નીકળતી કપિલા નદીના પાણીના આવરાથી આ તળાવમાં પાણી આવતું હતું. ધીમેધીમે આ નદી લુપ્ત થતાં પાણીનો આવરો બંધ થતાં તંત્ર દ્વારા ધરોઈ સાબરમતી નદીના નીરથી તળાવમાં પાણી ભરવામાં આવે છે.

૧૯૮૫-૮૬માં તળાવ સુકાઈ ગયું

વડનગરનું આ તળાવ અગાઉ છપ્પનીયા દુકાળમાં સુકાયું હતું. ત્યારબાદ ૧૯૮૫-૮૬માં આ તળાવ સુકાયું હતું. ૧૯૮૩થી ૧૯૮૫ દરમિયાન વરસાદ ઓછો અને પાણીનો આવરો બંધ થતાં આ તળાવ સુકાઈ ગયું હતું. ત્યારે ગામ લોકો સુકાયેલા તળાવમાં ચાલતા તળાવની મધ્યમાં આવેલ સતીના ડેરા પર જતા હતા.

મલ્હાર રાગની સુરાવલીઓનો આભાસ

ઐતિહાસિક નગરી વડનગરની મધ્યે છલોછલ ભરેલું શર્મિષ્ઠા તળાવ રમણીય લાગી રહ્યું છે. તળાવમાંથી મલ્હાર રાગની સુરાવલીઓ જલતરંગ સાથે પ્રગટ થથી હોય તેવો આભાસ લોકો અનુભવી રહ્યા છે.

તળાવમાંથી મગર ગાયબ

આ તળાવનો વિકાસ થયો ન હતો ત્યારે તળાવની અંદર ૧૦ થી ૧૫ મગરો હતા. સવાર અને સાંજે મધ્યમાં આવેલ બેટની કિનારી પર આરામ ફરમાવતા હતા. તળાવ સુકાયા બાદ મગરો પણ નામશેષ થઈ ગયા.

Tags :