પેથાપુરમાં ભત્રીજીને બચાવવા જતાં કાકા ઉપર હિંસક હુમલો
ગાંધીનગર, તા. 23 જુલાઇ 2020, ગુરૂવાર
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં સુરેલા ખાતે રહેતા લાલભાઈ અંબાલાલ રાવળે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના ઘર પાસે જ રહેતાં પરબતજી કાળાજી ઠાકોર દ્વારા તેમની ભત્રીજીને વાળ પકડીને ગડદાપાટુનો માર મારવામાં આવતો હતો જેથી તેઓ તેને છોડાવવા વચ્ચે પડતાં આરોપી પરબતજીએ તેમના માથામાં લોખંડની પાઈપ મારતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. આરોપી પરબતજી દ્વારા છેલ્લા ત્રણચાર મહિનાથી તેમની ભત્રીજીને હેરાન પરેશાન કરવામાં આવતી હોવાનું તેમણે પોલીસ સમક્ષ કહયું હતું. જેથી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.