ખેરાલુના ગોરીસણા ગામમાં ગંદકીથી ગ્રામજનોને હાલાકી
- સમસ્યાના ઉકેલ માટે સરપંચનું આશ્વાસન
- પીવાના પાણી માટેનો આરો પ્લાન્ટ ઘણા સમયથી શોભાના ગાંઠિયા સમાન
ખેરાલુ તા.22
ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામમાં ખદબદેલી ગંદકીના
સામ્રાજ્યથી ગ્રામજનો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.જયારે ગ્રાન્ટમાંથી
મુકવામાં આવેલ પીવાના પાણીનું આરો પ્લાન્ટ પણ બંધ હાલતમાં ધૂળ ખાતું પડેલું છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામમાં જાહેર
રસ્તા પર ઠેર ઠેર ઉકરડા ની ગંદકી, ઢાંકણા વિનાની
ખુલ્લી ગટર લાઇન તેમજ ગોરીસણા
હાઈસ્કૂલ થી પ્રાથમિક શાળા સુધી જાહેર
રસ્તા પર થયેલા દબાણો જોવા મળી રહ્યા છે. આથમણા ઠાકોર વિસ્તાર માં પાણીની સમસ્યા
વિસ્તારના લોકો પોતાના ખર્ચે ઈલેકટ્રીક
મોટર લાવી પાણી ખેંચી રહ્યા છે.પંચાયતની ગ્રાન્ટ માંથી આરો પ્લાન્ટ પણ મળેલ છે
પણ તે ધૂળ ખાતું દેખાઈ રહ્યું છે પ્રાથમિક શાળા આગળ પણ પાણી થી થતી ગંદકી જોવા
મળી રહી છે.આ બાબતે સરપંચ લક્ષ્મણજી ઠાકોર સાથે વાત કરતા તેઓને કહ્યું હતું કે દશ
દિવસમાં તમામ સમસ્યાઓ દૂર કરવા આશ્વાસન આપ્યું હતું.જોકે ટૂકમાં ં હવે સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જાહેર નામું બહાર પડવાની સંભાવના જણાય છે.