Get The App

યુક્રેનમાં ફસાયેલા ઉ.ગુ.ના વિદ્યાર્થીઓ સુરક્ષિત, ભારત પરત ફરવા આતુર

- બનાસકાંઠાના ૩૬ વિદ્યાર્થીઓ ફસાયા

- વિજાપુરના સત્યજીત બારોટ સહિતના કેટલાક વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોલીંગથી વાતચીત થવા છતાં પરિવારજનો ચિંતિત

Updated: Feb 25th, 2022

GS TEAM

Google News
Google News
યુક્રેનમાં ફસાયેલા ઉ.ગુ.ના વિદ્યાર્થીઓ  સુરક્ષિત, ભારત પરત ફરવા આતુર 1 - image

મહેસાણા,પાલનપુર તા.25

યુધ્ધના ભણકારા વચ્ચે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરી દેતાં ગંભીર સ્થિતીનું નિર્માણ થયું છે. ત્યાંની સરકારે માર્શલ લો લાગુ કરતાં તેના દિશા નિર્દેશને કારણે મેડીલ સહિતના અભ્યાસ માટે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાંથી યુક્રેન ગયેલા ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ કફોડી હાલતમાં મુકાયા છે. પંસા અને ખાવાનું ખુટી પડયું હોવાના અહેવાલ વચ્ચે અસુરક્ષિત અનુભવી રહેલા વિદ્યાર્થીઓ યેનકેન પ્રકારે ભારત પરત આવવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

રશિયાએ યુક્રેન પર ત્રણ બાજુથી મિસાઈલ અને તોપમારાથી હુમલો કરી પરમાણુ પ્લાન્ટ અને કિવ એરબેઝ પર કબ્જો જણાવતા યુક્રેનમાં ભયાવહ સ્થિતિ સર્જાઈ છે.જેમાં અહીંની વિવિધ યુનિવસટીમાં તબીબી અભ્યાસ કરતા બાળકો બનાસકાંઠા જિલ્લાના ૩૬ વિદ્યાર્થીઓ ફ્લાઇટ રદ થવાના કારણે ફસાઈ જતા તેમના પરિવારજનો ચિંતિત થઈ ઉઠયા છે.યુક્રેનમાં બનાસકાંઠાના ૮૦ જેટલા વિદ્યાર્થીઓ પૈકી ૪૦ જેટલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફર્યા છે.પરંતુ યુક્રેનમાં યુદ્ધના મંડાણથી ફ્લાઇટ સેવા બંધ થતાં ૩૬ વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે. જિલ્લા ડિઝાસ્ટર વિભાગે આ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.જયારે પાટણ શહેરના ૩૦ સહિત જિલ્લાના ૧૫૦ અને મહેસાણા જિલ્લામાંથી પણ ઊંઝા, વિસનગર, વિજાપુર સહિતના તાલુકામાંથી ૫૦થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાનું જાણવા મળે છે. જેમાં વિજાપુર શહેરના ટીબી ક્રોસ રોડ પર આવેલ સોહમ બંગ્લોઝમાં રહેતા પરિવારનો સત્યજીત બારોટ હાલમાં યુક્રેનમાં મેડીકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. તેની સાથે ગુજરાતના  કેટલાક વિદ્યાર્થીઓએ વિડીયો કોલીંગ કરીને ત્યાંની પરિસ્થિતીનો ચિતાર રજૂ કર્યો હતો અને તેઓને યુક્રેનથી પરત ભારત લાવવા માટે કેન્દ્ર સરકાર તેમજ યુક્રેનમાં ભારતની એમ્બેસી દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.નોંધપાત્ર છે કે તમામ વિદ્યાર્થીઓ હાલ સુરક્ષિત  છે.

ચાણસ્મા તાલુકાના કેશણીનો  વિદ્યાર્થી ફસાયો

ચાણસ્મા તાલુકાના કેશણી ગામના પૂર્વ મહિલા સરપંચ આશાબેન મહેશકુમાર નો પુત્ર પટેલ દર્શન  ૨૦૧૭માં યુક્રેનના ઉડીસા શહેરમાં એમબીબીએસના અભ્યાસ માટે ગયો છે તેનો  અભ્યાસ પૂર્ણ થવાના આરે છે ત્યારે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાતા આ વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો છે.માતા પિતા એ જણાવ્યું હતું અમારો પુત્ર ખૂબ ચિંતિત છે વિડીયોકોલ થી વાતચીત થાય છે પરંતુ તેની પાસે ખાવાનું પણ રહ્યો નથી સરકાર દ્વારા અમારા પુત્ર અને વતનમાં લેવાય તેવી અમારી માંગણી છે.

ડીસાના વાહરા ગામનો વિદ્યાર્થી યુક્રેનના જેપોરેશીયામાં ફસાયો

ડીસા તાલુકાના વાહરા ગામના અર્જુનજી લેબાજી માલોતરીયા એમબીબીએસ માં ૧ વર્ષથી અભ્યાસ કરે છે. યુદ્ધ વચ્ચે વિદ્યાર્થી ફસાતા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તાત્કાલિક ધોરણે પોતાના દીકરો ભારત લાવવામાં આવે તેવી લાગણી વ્યકત કરી   અર્જુનના માતા-પિતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું ે અમારે અહી ખાવા-પીવાની બહુ તકલીફ પડી રહી છે અને ભારત લઈ જાઓ તેવી ચિંતા કરતા જોવા મળ્યો હતો.