Get The App

ગાંધીનગર અને સાબરકાંઠામાં બનેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે આરોપી ઝડપાયા

- સાત ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત

- વિજાપુરમાંથી ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 2.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
ગાંધીનગર અને સાબરકાંઠામાં બનેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે આરોપી ઝડપાયા 1 - image

મહેસાણા,તા.2

મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગાંઘીનગર અને સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ અને વાહનચોરીને અંજામ આપનાર ટોળકીના બે આરોપીઓને ઝડપી લીધા હતા.તેમની પાસેથી ચોરીનો રૃ.૨.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે તેમના અન્ય ચાર સાગરીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

મહેસાણા જિલ્લામાં અનડિટેકટ ગુનાઓ ઉકેલવાના આદેશને પગલે એલસીબીના પીએસઆઈ એ.કે.વાઘેલા અને પોલીસ સ્ટાફ વિજાપુર પંથકમાં પેટ્રોલીંગની કામગીરીમાં હતી. તે વખતે બાતમી મળી હતી કે,વિસનગ તરફથી લોડીંગ રીક્ષામાં મોટર સાયકલ ભરીને  બે શંકાસ્પદ શખસો વિજાપુર તરફ આવી રહ્યા છે. જેના આધારે પોલીસે શહેરના ટીબી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે વખતે લોડીંગ રીક્ષા આવતા તેને થોભાવી અંદર બેઠેલા હિંમતનગરના શંકર ઉર્ફે કરણ બજાણીયા અને રાહુલ ઉર્ફે વિકાસ બજાણીયાને યુક્તિથી પોલીસે પુછપરછ કરતાં તેઓ ભાંગી પડયા હતા.બન્ને શખસોએ પોતાના સાગરીતો સાથે મળીને ગાંઘીનગર અને સાબરકાંઠા વિસાતરમાં ઘરફોડ અને વાહનચોરીના સાત ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.જયારે બે પૈકી એક આરોપીમર્ડરના કેસમાં સંડોવાયેલ હોવાનું તેમજ પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હોવાની હકિકત સામે આવી હતી. જેથી પોલીસે તેમની વિરૃધ્ધ કાર્યવાહી કરીને તેમના વોન્ટેડ ચાર સાગરીતોને પકડવા તપાસ શરૃ કરી છે.

 શંકર ઉર્ફે કરણ બે મર્ડર કરી ચુક્યો છે

ઘરફોડ અને બાઈક ચોરીમાં ઝડપાયેલ બે આરોપી પૈકીનો શંકર ઉર્ફે કરણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.તેની સામે તલોદમાં ૨૦૧૧માં મારામારીનો કેસ નોંધાયો છે. ઉપરાંત તેણે ૨૦૧૨માં મહુડીમાં હિંમતનગરના ટીનાભાઈ બજાણીયાનું તેમજ ૨૦૧૬માં ગાંધીનગરની કાજલ મારવાડી નામની યુવતીનું વિજાપુરમાં હત્યા કરી હતી.જેમાં તેને આજીવન કેદની સજા થઈ હોવાથી અમદાવાદ જેલવાસ ભોગવી રહ્યો હતો અને પેરોલ રજા લઈને જેલમાં પરત ફર્યો ન હતો.

 આરોપીઓની શું હતી મોડસ ઓપરેન્ડી

આરોપીઓ ભંગાર વિણવાનો ધંધો કરતા હોવાથી તેઓ લોડીંગ રીક્ષામાં ભંગાર ઉઘરાવતી વખતે રેકી કરતા હતા.ત્યારબાદ ચોરી કરવાના સ્થળથી પચીસેક કિમી દૂર ખુલ્લી જગ્યામાં છાપરા બનાવીને રહેતા હતા અને રાત્રીના સુમારે નક્કી કરેલ સોસાયટીના બંધ મકાન કે જવેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

ઝડપાયેલા આરોપી પાસેથી શું મળ્યું

મહેસાણા એલસીબી પોલીસે ઝડપેલા બે આરોપીઓ પાસેથી સોનાના બે પાટલા, સોનાની બે વિંટી, સોનાનું ડોકીયું, ચાંદીની ૪ જોડ શેર, ચાંદીના ચાર પંજા, ચાંદીના બે કંદોરા, ચાંદીના બે સિક્કા, ગાયની બે મૂર્તી, બે મોબાઈલ, બાઈક અને રીક્ષા સહિત કુલ રૃ.૨૮૨૪૦૦ની મત્તા કબજે કરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીના નામ

શંકર ઉર્ફે કરણ લક્ષ્મણભાઈ બજાણીયા

રાહુલ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઈ બજાણીયા

બન્ને રહેં,પાણપુર પાટીયા,હિંમતનગર

પકડવાના બાકી આરોપીના નામ

કાળુ બાબુભાઈ ભીલ,રહે.હિંમતનગર

અનીલ ઉર્ફે અર્જુન લક્ષ્મણભાઈ બજાણીયા,રહે.હિંમતનગર

સુરેશ ગોવિંદભાઈ મારવાડી રહે,ઈડર

જેઠા બાબુભાઈ બજાણીયા રહે,હિંમતનગર

 આ ચોરીના ભેદ ઉકેલાયા

૧. તલોદના એક બંધ મકાનમાં કરેલી ચોરી

૨. તલોદમાં આવેલ શ્રીજી જવેલર્સની ચોરી

૩. માણસાના આજોલમાં જવેલર્સની દુકાનમાં ચોરી

૪. આજોલમાં ગોહીલ ટેલર્સની દુકાનમાં રોકડની ચોરી

૫. પેથાપુરથી વિજાપુર રોડ પર બાઈક અને રીક્ષાની કરેલી ચોરી

૬. ગાંભોઈના જાબુંડી ગામમાં બાઈકની ચોરી

૭. આજોલમાં ગાયત્રી કલીનીકમાં કરેલી ચોરી