7 વર્ષ અગાઉ રોપાયેલ વૃક્ષો આજે છાયા સાથે ઓક્સીજન પુરો પાડે છે
- માનવી સાથે પ્રકૃતિનું જતન કરતા 108ના કર્મચારીઓ
- દાંતા સર્કલની શોભા વધારતા વૃક્ષઃ ઉત્તર ગુજરાતમાં એક જ દિવસે 63 જગ્યાઓએ વૃક્ષારોપણ કર્યું
મહેસાણા,તા.6
પર્યાવરણ બચાવોની સાચી સમજ ૧૦૮ના કર્મચારીઓ પારખી ગયા છે.
છોડવાથી વૃક્ષ બનવા સુધીનું જતન કરી રહ્યા છે. ૭ વર્ષ અગાઉ દાંતા ચોકડી ઉપર વાવેલા
છોડવા વૃક્ષો બની ગયા છે. જ્યાં યાત્રાળુઓ,
મુસાફરો, પોલીસ
સ્ટેશનનો સ્ટાફને ઓક્સીજન સાથે છાંયડો પુરો પાડે છે. ઉ.ગુ.ના ત્રણ જિલ્લામાં
પર્યાવરણ દિને આ વિભાગ દ્વારા ૬૩ જગ્યાઓ ઉપર ટ્રી પ્લાન્ટેશન કર્યું હતું.
પર્યાવરણ દિવસે પર્યાવરણ પ્રત્યેની વાતો જોવા મળે છે.
ક્યાંક તસ્વીરો પડાવવા પુરતી કામગીરી થાય છે. પરંતુ ખરા અર્થમાં કુદરતી
સ્ત્રોતોની જાળવણી થાય તો તેમાંથી
મૂલ્યવાન સ્ત્રોત મળે છે. આ દ્રષ્ટાંત લઈ
૧૦૮ના કર્મચારીઓ કામ કરતા હોય તેવી અનુભૂતિ
દાંતામાં આવેલા કેટલાક વૃક્ષો જોઈ થઈ આવે છે. અંબાજી-સુંઢીયા ચારરસ્તા ઉપર
૭ વર્ષ અગાઉ રોપેલા વૃક્ષો લોકોનું ધ્યાન
કેન્દ્રીત કરી રહ્યા છે. પાસે ચોકડી તેમજ પોલીસ ચોકી આવેલી હોઈ વૃક્ષો નીચે પોલીસ કર્મીઓ, યાત્રાળુઓ, મુસાફરો સહિતના
લોકો વિસામો કરી કુદરતનો આભાર માને છે. અહીં લીમડો, સપ્તપદી,
ગુલમહોર તેમજ જામફળના વૃક્ષોથી ઓક્સીજન સાથે છાંયડો મળી રહ્યો છે. ૧૦૮ કર્મીઓએ
ચાલુ વર્ષે એક દિવસમાં મહેસાણા-૧૯, બનાસકાંઠા-૨૯ અને
પાટણમાં ૧૪ જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ કર્યું હતું.
મહત્વનું છે કે, માનવ
સાથે પ્રકૃતિના સ્ત્રોતની જરૃરીયાત સમયે ઉણપ સમજાય છે તેથી મોટા થવા સુધી દેખરેખ
કરી રહ્યા છે.