Get The App

મહેસાણાના મોઢેરા સર્કલ ઉપર ટ્રાફિક પોલીસ કર્મીને લાફો ઝીંકાયો

- સમીના બે યુવકો સામે ગુનો નોંધાયો

- માસ્ક અંગેની કાર્યવાહી કરતાં મામલો બીચક્યો: ઝપાઝપી થતા હોબાળો

Updated: Jun 1st, 2021

GS TEAM


Google News
Google News
મહેસાણાના મોઢેરા સર્કલ ઉપર ટ્રાફિક પોલીસ કર્મીને લાફો ઝીંકાયો 1 - image

મહેસાણા તા.31

મહેસાણા શહેરના હાઇવે ઉપર આવેલ મોઢેરા સર્કલે ટ્રાફિકની કામગીરી કરી રહેલા પોલીસ કર્મચારીઓ સાથે માસ્ક પહેરવાના મામલે તકરાર કરતાં ઉશ્કેરાયેલા એક શખસે એએસઆઇને લાફો ઝીંકી દેતાં હોબાળો થયો હતો.આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને સમીના બે યુવકોને ઝડપી લઇ વધુ તપાસ શરૃ કરી છે.

મહેસાણા પોલીસ બેડાના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એએસઆઇ અવેજખાન અને ઇમરાનઅલી શહેરના હાઇવે ઉપર આવેલ મોઢેરા ચોકડીએ ટ્રાફિકની કામગીરીમાં હતા તે વખતે રાધનપુર સર્કલ તરફથી એક ઇકો ગાડી આવતં રોકવામાં આવી હતી અને તપાસ કરતા ડ્રાયવરની બાજુમાં બેઠેલા શખસે મોઢા ઉપર માસ્ક પહેર્યો ન હતો. જેથી તેની પાવતી લઇ દંડ ભરવાનું કહેતા ગાડીમાં બેઠેલા છ શખસો પૈકી એક જણાએ સરકાર લુંટવા બેઠી છે તેવું કહીને ગાળો બોલી તકરાર શરૃ કરી હતી. જેથી પોલીસ કર્મી અવેજખાને ગાળો બોલવાની ના પાડતાં તેણે તેઓને ઉશ્કેરાઇ જઇને ગાલ ઉપર તમાચો ઝીંકી દીધો હતો. જ્યારે બીજા શખસે ઇમરાનઅલી સાથે ઝપાઝપી કરતાં હોબાળો થયો હતો. દરમિયાન ઘટનાની જાણ થતાં અન્ય પોલીસ કર્મીઓ અહીં આવી ગયા હતા. જેથી પોલીસ મથકે દુવ્યવહાર કરનાર સમીના સબ્બીર ઇદ્રીશભાઇ સૈયદ અને યુનુલ ઇદ્રીશભાઇ સૈયદને પકડી લીધા હતા. બન્ને વિરૃધ્ધ બી ડિવીજન પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

Tags :