મહેસાણાના આકાશમાં 'સન ડોગ'નો અદ્ભુત નજારો જોવા મળ્યો
- બ્રહ્માંડના રહસ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા
- કોરોનાના કહેરમાં વહેલી સવારે સૂર્યની બાજુમાં એક ગોળો જોવા મળતા લોકોમાં કુતૂહલ
મહેસાણા,
તા. 23 મે, 2020, શનિવાર
બ્રહ્માંડમાં અનેક રહસ્યો છુપાયેલા છે. જે શોધવા અવકાશવિદો
અને વિજ્ઞાાનીઓ તત્પર રહેતા હોય છે. જોકે આકાશમાં મોટાભાગની ખગોળીય ઘટના રાત્રીના
સમયે જોવા મળતી હોય છે ત્યારે મહેસાણાના આકાશમાં વહેલી સવારે સૂર્ય નજીક એક ગોળો
જોવા મળતા કુતુહલ સર્જાયું છે. શહેર ખાતે રહેતી યુવતીએ આ ઘટનાને પોતાના મોબાઈલથી
ફોટો પાડી કેદ કરી લીધી હતી. આ ઘટના સન ડોગ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
મહેસાણાના વિસનગર રોડ પર કૃણાલ હોપ ટાઉનમાં રહેતી શીતલ
અલ્પેશભાઈ સુથાર શુક્રવાર સવારના ૬.૪૫ કલાકે ધાબા પર નિત્યક્રમ મુજબ યોગાસન કરી
રહી હતી ત્યારે આકાશ તરફ તેણીની નજર જતા સૂર્યની નજીક એક નાના ચળકતા ગોળા જેવું જઈ
રહ્યું હતુ ંત્યારે આ ઘટનાની તેણીે તેના પરિવારને જાણ કરતા અન્ય સભ્યો પણ આ ઘટના
જોઈ અચરજમાં મુકાયા હતા. જોકે આ ગોળાના આ યુવતીએ તેના મોબાીલમાં ફોટા પાડી પરિવાર
અને અન્ય મિત્રોને બતાવતા તે લોકો પણ અચરજમાં મુકાયા હતા અને આકાશમાં સવારે ગોળા
જેવું શું છે ? અને તેને
લઈ આ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. આકાશમાં ક્યારેક જ બનતી આવી ઘટનાઓ જોઈ લોકો આનંદિત પણ થયા હતા.
ધાબા પર યોગાસન દરમિયાન આકાશમાં આ ઘટના જોવા મળી ઃ શીતલ
મહેસાણાના કૃણાલ હોપ ટાઉનમાં રહેતા શીતલ અલ્પેશભાઈ સુથારે
જણાવ્યું હતુ ંકે નિત્યક્રમ અનુસાર શુક્રવાર સવારે ૬.૪૫ કલાકે ધાબા પર યોગા કરી
રહી હતી ત્યારે આકાશમાં સૂર્ય નજીક એક ગોળો જતા જોવા મળ્યો હતો. આ શું હોઈ શકે
તેને લઈ મારા પરિવારને જાણ કરી મોબાઈલમાં આ ઘટનાના ફોટા પાડયા હતા. મહેસાણાના
આકાશમાં આવી પ્રથમ ઘટના હશે
સન ડોગની ઘટના એટલે શું ?
મહેસાણામાં શુક્રવાર સવારે આકાશમાં બનેલી ઘટના વિશે કડી
સર્વ વિદ્યાલય હાઈસ્કૂલના અને ખગોળીયા ઘટના વિશે જાણકાર રાજીવભાઈ જોશીએ જણાવ્યું
હતું કે આ ઘટના વિશે નિષ્ણાત વૈજ્ઞાાનિકો સાથે ચર્ચાના અંતે ઉક્ત ઘટના સન ડોગની
ઘટના હોઈ શકે છે. સન ડોગ એટલે વહેલી સવારે વાતાવરણ વાદળછાયું હોય અને ભેજનું
પ્રમાણ વાતાવરણ હોય ત્યારે સૂર્યના કિરણો તેમાંથી પસાર થાય અને ચોતરફ રિફ્લેકશન મારે તેને સન ડોગ કહેવા
છે. સૂર્યની એક તરફ તો ઘણીવાર સૂર્યની બન્ને તરફ આવી ઘટના બનતી હોય છે.