મોલીપુરના જોડિયા બાળકો સુવાસ અને સ્વરાએ કોરોનાને હંફાવ્યો
- સ્વસ્થ બનતાં હોસ્પિટલમાંથી રજા મળી
- કોરોનાથી મુક્તિ મેળવનાર માતાએ પોતાના બંન્ને વ્હાલસોયા દિકરા અને દિકરીને હુંફ આપી
મહેસાણા તા. 29 મે 2020, શુક્રવાર
વડનગર તાલુકાના મોલીપુર ગામની કોરોના પોઝિટીવ ગર્ભવતી
મહિલાએ કોવિડ હોસ્પિટલમાં પખવાડીયા અગાઉ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ આ
બંન્ને ટીવન્સના સેમ્પલ લેવાતાં તેઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના કારણે
તેઓને કોવિડ હોસ્પિટલમાં તબીબી ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના
તબીબોના આત્મવિશ્વાસ એન દેખરેખ બાદ બંન્ને બાળકો કોરોના મુક્ત બનતાં શુક્રવારે રજા
આપવામાં આવી હતી. વળી, પંદર
દિવસ બાદ પોતાના બંન્ને સ્વસ્થ બાળકોને માતાએ પોતાના ખોળામાં લેતાં પરિવારજનોમાં
ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી.
વડનગર મેડિકલ ટીમ દ્વારા બંન્ને બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી સુવાસને ૧૮
મેંના રોજ કોરોના પોઝિટીવ આવતાં કદાચ
દેશનો સૌથી નાની વયનો કોરોના પોઝિટીવ દર્દી બન્યો હતો. વડનગર મેડીકલ ટીમ દ્વારા
ફરીથી સ્વરાનો કોરોના રીપોર્ટ કરવામાં
આવેલ હતો. અને તે પણ ૨૨ મેના રોજ કોરોના પોઝિટીવ જાહેર થયા હતા.
વડનગર મેડિકલ ટીમ માટે માતા અને તેના બાળકો સુવાસ અને
સ્વરાને કોરોના મુક્ત કરવાએ મોટીં ચિંતા હતી. વડનગર મેડિકલ ટીમે આ ચેલેન્જને
સ્વીકારી અને માતાની સઘન સારવાર કરી કોવિડ મુક્ત થયા અને ત્યાર બાદ સુવાસ અને
સ્વરાને કોરોના મુક્ત કરવા માટે ટીમ કટિબધ્ધ બની હતી. સૌથી નાની વયના સુવાસ અને
સ્વરાને કોવિડ મુક્ત કરવા માટે મેડિકલ ટીમે ચેલેન્જ સ્વકારી અને સઘન સારવારની
શરૃઆત કરી સુવાસ અને સ્વરાને એન.આઇ.સી.યુ.માં દાખલ કરી વીટામીન સહિત ટ્રીટમેન્ટનું
ખાસ ધ્યાન રખાયું છે. જંતુરહિત બાઉલમાં પીપીઇ કીટ સાથે સુવાસ અને સ્વરાને પોષણ મળી
રહે તે માટે તેની માતાનું દુધ બાળકોને આપવામાં આવતું હતું. વડનગરની મેડીકલ ટીમની
સતત ૧૪ દિવસની કાળજી બાદ સુવાસ અને સ્વરા કોરોના મુક્ત થયા હતા.