Get The App

પાલિકાએ નવ વર્ષનો વેરો નહીં ભરતાં સન આર્કેડની 17 દુકાનો સીલ કરી

- મહેસાણા માનવઆશ્રમ ચોકડી નજીકની

- રૃપિયા 324505નો વેરો બાકી: અન્ય સ્થળે 2.10 લાખની વેરાની બાકી વેરાની વસુલાત કરવામાં આવી

Updated: Dec 10th, 2021

GS TEAM

Google News
Google News
પાલિકાએ નવ વર્ષનો વેરો નહીં ભરતાં સન આર્કેડની 17 દુકાનો સીલ કરી 1 - image

મહેસાણા, તા. 9

મહેસાણા પાલિકા દ્વારા શહેરના નાગરિકો વેપારીઓનો મિલ્કત વેરો બાકી હોય તેવા વેપારીઓની મિલકતો સીલ કરવાની ઝુંબેશમાં આજે પાલિકાની ટીમે મહેસાણાના માનવઆશ્રમ ચોકડી નજીક સન આર્કેડની ૧૭ દુકાનોનો ૯ વર્ષનો વેરો બાકી નીકળતા સીલ કરી સપાટો બોલાવ્યો હતો. જોકે અન્ય દુકાનોમાંથી સ્થળ પર જ  ૨.૧૦ લાખના વેરાની વસુલાત કરવામાં આવી છે.

બે દિવસ અગાઉ પાલિકાની ટીમે શહેરના ગોવિંદ માધવ અને પશાભાઈ પેટ્રોલપંપ નજીકની બે દુકાનો સીલ કરી હતી. જેમાં આજે પાલિકાની ટીમ દ્વારા મહેસાણા શહેરના માનવઆશ્રમ ચોકડી પર તિરૃપતિ હર્ષની બાજુમાં આવેલ સન આર્કેડ પટેલ રશ્મિકુમાર ગોવિંદભાઈ તથા પટેલ ડીગ્નેશકુમાર ભરતભાઈની માલિકીની ૧૭ દુકાનો આવેલી છે. આ દુકાનોનો છેલ્લા નવ વર્ષથી મિલ્કત વેરો ભરવામાં ન આવતા પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં પણ કોઈ જ વેરો ભરવામાં ન આવતા આખરે પાલિકાની ટીમે કડક કાર્યવાહી કરી ૧૭ દુકાનો સીલ કરી હતી. એક દુકાનનો રૃા. ૧૯૦૮૧ વેરો મળી ૧૭ દુકાનોનો કુલ વેરો રૃા. ૩,૨૪,૩૭૭ બાકી નીકળતો હતો. જ્યારે અન્ય જગ્યાએથી પાલિકાની ટીમે ૨,૧૦,૫૦૫ રૃપિયાની સ્થળ પર જ વસુલાત કરી છે. જોકે પાલિકાની કડક કાર્યવાહી અન્ય રીઢા બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે.